________________
ઘૂંટીને કહેતા. ધોખો થાય તો કર્મ ધખી જાય’ સાધના ભલે પર્યુષણાની હોય, ઓળીની હોય, જ્ઞાનપંચમીની હોય પણ ભાવના તો જિંદગી સુધી ભાવવાની છે. સાધનામાં કદાચ કંગાલ હોઈ શકે પણ ભાવનાના ક્ષેત્રે તો દરેકને શ્રીમંત બનવું જ પડશે. આજનો પાપી આવતીકાલનો પુણ્યશાળી બની શકે છે. ગઈકાલ સુધી ફૂલની શૈય્યા પર સૂનારો વ્યક્તિ ધગધગતી શિલા પર સૂઈ શકે છે. એક વાત નક્કી કરો કે મારે મારું કલ્યાણ કરવું જ છે. અંતરની દુનિયામાં જેટલી જાગૃતિ વધારે એટલી આત્મમસ્તી વધારે અનુભવાશે. હૃદયની તુચ્છતા ઓછી કરી હૃદયની વિશાળતાને વધારતા જઈએ તો ચોક્કસ આત્મકલ્યાણ થઈ જ જાય.
ધન સાથે સંબંધ રાખવા જનારો જીવન સાથેનો સંબંધ જાળવી શક્તો નથી. અને જીવન સાથે સંબંધ તોડી બેસનારો કયારેય પ્રસન્નતાની અનુભૂતિ કરી શકતો નથી.
એક વાત સ્પષ્ટ નક્કી કરો - બીજાને નજરે ચડતું પ્રસન્નતાનું સુખ જોઈએ છે કે બીજાની નજરે ચડતું પૈસાનું સુખ જોઈએ છે? બીજાને ખ્યાલમાં ન આવતી એવી ચિત્તની શાંતિ જોઈએ છે કે પછી બીજાને ખ્યાલમાં આવી જતી સામગ્રીઓની વણઝાર આપણને જોઈએ છે? બીજાને ખબર ન પડે એવી અંતરની નિર્મળતા જોઈએ છે કે બીજાને ખ્યાલમાં આવી જાય એવી ઝાકઝમાળભરી પ્રતિષ્ઠા જોઈએ છે? નિર્ણયમાં થાપ ન ખાતા.....
સંપત્તિ ભલે આપણી પાસે આવે પણ એને રાખી મૂકવાની ભૂલ ન કરાય. સતત એને બીજા તરફ ધકેલતા રહેવું.
•
કાગડાને જો લાઉડ સ્પીકર આપવાની ભૂલ ન કરાય... વાંદરાને દારૂ પીવાની છૂટ ન અપાય તેમ મનને ધનની ઘેલછા પાછળ ધકેલી ન દેવાય!
૧૬૦