________________
ખર્ચનાર સંપતિના કર્મક્ષયનું નિમિત્ત કયારે કર્મબંધમાં પરિણમી જાય. કોઈપણ ક્રિયા કર્યા પછી પ૨માત્મા ૫૨ ભરોસો રાખશો તો શૂળીનું દુ:ખ સોઈથી સરી જશે. માકુ શેઠાણી નેમિસૂરિ મહારાજને વંદન કરવા જતા રસ્તામાં પડી ગયા. છ મહિનાનો ખાટલો આવ્યો. કોઈ કહે કે વંદન કરવા જતા હતા ને આમ થયું. માકુ શેઠાણીએ ખુમારીથી જવાબ આપ્યો કે વંદન ક૨વા ગઈ માટે જ ફેક્ચરથી પતી ગયું નહીં ખલાસ થઈ જાત. ધર્મીને ઘેર ધાડ પડી આ કહેવતમાં જ ગોટાળો છે. ધર્મીના ઘેર ધાડ છે જ નહીં પણ કર્મોએ રાડ પાડી છે. પાપોદય જેના જીવનમાં જાગે એના જ જીવનમાં રાડ પડે. પરમાત્માના કર્મ હતા તો ઉપસર્ગો સહન કરવા પડ્યા. ભરત ચક્રવર્તિને અરીસાભુવનમાં કેવળજ્ઞાન થઈ શકે છે અને પ૨માત્માને સાડાબાર વર્ષ સુધી ઘોર પરિષહો સહન કર્યા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સૌથી વધુ દુ:ખ હોય તો નિગોદમાં છે. નરકના દુઃખો કરતાય નિગોદમાં દુ:ખ અનંતુ છે. આગમાં બળવું અને તેલમાં તળાવું એ તો મનુષ્યગતિમાં શક્ય છે પરંતુ જન્મ-મરણના અનંતા દુઃખો તો નિગોદમાં છે. સુખની ચરમ સીમા એ સિદ્ધશીલા છે. અને દુઃખનું છેલ્લું સ્ટેશન નિગોદ છે. નિગોદના જીવોથી અધિક દુ:ખી આ સંસારમાં કોઈ નથી.
રાણી કેવળજ્ઞાન પામીને રાજાને ઉપદેશ આપે છે. રાજાને ખૂબ પશ્ચાતાપ થાય છે. આપણું શરીર ચાલે છે શ્વાસથી અને ઘર ચાલે છે વિશ્વાસથી. વિશ્વાસનો સંબંધ તૂટે ત્યાં ત્રાસ સિવાય કશું ન રહે. કુટુંબના સભ્યોનો વિશ્વાસ ભંગ કયારે પણ ન કરતા. ઘરમાં બધું જ હોવા છતાં અરસપરસ વિશ્વાસ નહીં હોય તો ઘરમાં શાંતિ નહીં હોય. વિશ્વાસ એ સંસારની મોટી સંજીવની છે. મકાન પડે છે ધરતીકંપથી અને જીવન પડે છે. વિશ્વાસકંપથી. આપણી ભાવના બદલાશે તો સાધના ચિરંજીવી બનશે. આપણે પ્રતિક્રમણ-સ્વાધ્યાય-મૌન-અઠ્ઠાઈ-માસક્ષમણ આરાધના કરી કરીને કેટલી ક૨વાના? જયારે ભાવના તો દિવસની દરેક પળે ભાવી શકીએ છીએ. નાની પણ આરાધનાની અંતરથી અનુમોદના કરવાથી મહાન બની જવાય છે. અનુમોદયામિ તં તં. રાણીને કેવળજ્ઞાન અને હું? રાજા મનમાં પશ્ચાતાપ કરતા વિચારી રહ્યા છે મારા કયા પાપનો ઉદય? મુનિની હત્યા કરાવી...અ૨૨...હું છૂટીશ કયારે? તીવ્રકોટીના પશ્ચાતાપમાં ઉતરેલા રાજાને પણ ત્યાં જ કેવળજ્ઞાન થાય છે. કયા પાપો રાજાને ભોગવવા પડ્યા? પશ્ચાતાપ ધુએ અંતરના પાપ. જ્ઞાનીઓ કહે છે વલોપાત એ મુક્તિનું પ્રવેશદ્વાર છે. અમારા ગુરુદેવ પણ ઘણીવાર વાચનાઓમાં આજ વાત ઘૂંટી
• ૧૬૬ •