________________
લેવાતા નથી. માનસિક ગણિત પર ચાલતા શીખો. ૧૮ પાપસ્થાનકોમાંથી ૧૭ પાપસ્થાનકો કરવાથી થાય છે. ૧૮ મું મિથ્યાત્વ શલ્ય આ જગતનું મોટામાં મોટું પાપ છે જે માનવાથી થાય છે. ગુણસ્થાનકનો આધાર પણ કાયા કરતા મન ઉપર વધારે છે. કાયા કરતા પણ મનથી પાપ વધારે થાય છે. તપ નથી થતું માટે આપણે રડ્યા છીએ પણ ભાવના જ ન થઈ એ માટે આપણે કેટલું રડ્યા છીએ? સાધના ઓછી થાય તે ચાલે પણ ભાવના ઓછી થાય તે ન ચાલે. બાહ્યધર્મમાં યથાશક્તિ ચાલી શકે પણ પણ આત્યંતર ભાવના ધર્મમાં યથાશક્તિ કેમ ચાલી શકે? સાધનાના ક્ષેત્રમાં કદાચ પાછા પડો પણ ભાવનાના ક્ષેત્રમાં તો પાછા ન પડતા. શાલિભદ્રના જીવે સંગમના ભવમાં ખીર કેવી વહોરાવી હતી. એલચી-કેસર બાસમતી ચોખા આદિની ન હતી; એ ખીરમાં તો હતા માગી લાવેલા જાડા ચોખા, દૂધ ને સાકર. એ ખીરથી શાલિભદ્રને શું મળ્યું? સાધનાના ક્ષેત્રમાં પાછળ હોવા છતાં ભાવનાના ક્ષેત્રમાં આગળ નીકળી ગયા. સાધનાના ક્ષેત્ર કરતા ભાવનાનું ક્ષેત્ર શ્રેષ્ઠ છે. કર્મબંધ પણ માનસિક વલણ પર આભારી છે. કાયિક વલણ પર નહી. મન પાપી બને તો નાનું પણ પાપ મહાન બને, જૈન દર્શને કહે છે પાપ કરવા છતાં લેપાય નહીં એવી સાધના જૈન દર્શનની છે.
એક સાધુ બેનના ગામમાં ગયા. બેન પોતાના પરિવાર સાથે ઝરુખામાં બેસી સોગઠા ખેલે છે. એ સમયે રાજમાર્ગેથી પેલા સાધુ પસાર થાય છે. રાણીની નજર સાધુ ઉપર પડે છે. મારો મોટો ભાઈ આવો જ સાધુ બનેલો. ધારીને જોતા મનમાં કહે છે આ તો મારો સગો માડી જાયો ભાઈ... આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. સાધુ જે દિશામાં ગયા એ દિશામાં રાણીની નજર મંડાયેલી રહી. પાપ કયારે મનમાં પ્રવેશે એની ખબર ન પડે. રાજા રાણીના હાવભાવ અને આંખોમાંથી ટપકતા આંસુને જોઈને વિચારે છે કે નક્કી આ સાધુ અને રાણીને કોઈ સંબંધ છે. મનમાં પાપનો પ્રવેશ કોઈપણ ઘડીએ ને કોઈપણ ચોઘડીયે થઈ શકે છે. આ જીવે હરઘડીયે સાવધાન રહેવાની જરૂર છે. આ રાણી આટલી બધી પેલા સાધુને જોવામાં મગ્ન બની છે..... નક્કી કંઈક છે... ? રાજા પોતાના સેવકોને આજ્ઞા આપે છે નગરમાં આવેલ સાધુની જીવતા ચામડી ઉતારી લો. સાધુની ચામડી ઉતારતા મારાઓ રડી પડે છે અને સાધુ હસે છે. મારાઓ કહે છે અને ચામડી ઉતારીએ છીએ અને તમે હસતા હસતા સહન કરો છો. સાધુ કહે છે તમને જરાપણ તકલીફ ન થવી જોઈએ. તમે જેમ કહો તેમ ઉભો રહું. ધન્ય છે તે મહાત્માને... નથી કોઇના દોષ જોતા....પોતાના સ્વભાવના આકર્ષણમાં મસ્ત મસ્ત છે.
• ૧૬૩ •