________________
ધારો કે રજાનો દિવસ છે. તમો ગાડી લઈને ફરવા માથેરાન જઈ રહ્યા છો. એ સમયે ગાડી કાઢવા બહાર ગયા કે ત્યાં કોઈ આગાસી તીર્થ જવા માટે ગાડી માંગવા આવે તો તરત ગાડી આપી દો? ના સાહેબ...એને પણ માથેરાન ઉપાડી જઈએ. એક વાત ખ્યાલમાં રાખજો જાણવા અને જીવવાની ભેદરેખા વચ્ચેનું અંતર જેટલું ઘટે એટલી સદ્ગતિ નજીક આવે.
શીલચંદ્રસૂરિજી મહારાજે ૧૨ વર્ષની ઉંમરે જ દીક્ષા લીધી ને સંયમ સ્વીકાર્યું ત્યારથી જ છ વિગઈનો ત્યાગ કર્યો હતો. પોતે પ્રવચન કે વાચના આપતા ત્યારે એક જણ દીક્ષા અંગીકાર કરતો. પોતાના આત્માના સ્વભાવમાં મસ્ત બન્યા માટે જ એનો પ્રભાવ જોરદાર પડતો. ૧૦ પૂર્વીઓ પણ જે સ્વભાવને ભૂલી ગયા ને નિગોદમાં પટકાઈ પડ્યા.
કિકરો ઉંમરલાયક થયો છે એમ વિચારતા બાપે દિકરાના વેવિશાળ કરવાનું નક્કી કર્યું છે. પણ દિકરામાં એક દૂષણ હતું તે વેશ્યાગામી હતો. એટલે કોઈ સારા ઘરની કન્યા આપવા કોઈ બાપ તૈયાર થતો ન હતો. જ્ઞાનીઓ કહે છે પર પદાર્થ પર પ્રીત વેશ્યા જેવી છે. બાપે દિકરાને ખૂબ સમજાવતા કહ્યું, દિકરા તારું વેવિશાળ નક્કી કર્યું છે. જો તું વેશ્યાગમન છોડે તો આવતીકાલથી આપણા ઘરે સારા ઘરની કન્યાઓની લાઈન લાગે તેમ છે. ત્યારે છોકરાએ જવાબ આપ્યો પહેલા છોકરી આવે પછી વેશ્યાગમન છોડું. હવે કોઈ બાપ પોતાની દિકરી કયારે આપે? વેશ્યાગમન છોડે ત્યારે. એટલે જ આ ઉપનયની જ્ઞાનીઓ સમજાવે છે કે પદાર્થ સાથેની પ્રીત છોડો તો પરમાત્મા મળે. પ્રભાવ ચિંતા લાવે તે સ્વભાવ ખુમારી લાવે છે. પુણ્ય પ્રભાવે ચક્રવર્તીપણું મેળવી શકાય છે જયારે ધર્મસ્વભાવે કેવળજ્ઞાન પામી શકાય છે. પખંડના આધિપત્ય પછીય સંતોષનો ઓડકાર આવે એવી કોઈ સંભાવના નથી. પખંડ જીતનારાઓ બારખંડ જીતવા નીકળ્યા ત્યારે તેમનાય ડૂચા નીકળી ગયા. ચક્રવર્તીનું એક વિમાન ઉપડતું નથી તેને ઉપાડવા ૧૬૦૦૦ દેવતાઓ ઉપડ્યા. અંતે એ વિમાન લવણ સમુદ્રમાં જઈ પડ્યું. અંતે એ ચક્રવર્તી પણ મરીને સાતમી નારકીએ ગયો. સાગરના પાણીથી કયારેય તૃષા છીપાતી નથી પણ નદીના પાણીમાં તો તૃષા ઘટાડવાની તાકાત તો છે. સાગરના પાણીથી તો તૃષા વધતી જ જાય છે. આ સાગરના પાણીનો પ્રભાવ ને નદીના પાણીનો સ્વભાવ. પ્રભાવનો અંત નથી એવા જીવોને તૃપ્તિ થતી જ નથી. સ્વભાવમાં રહેનારા આત્માની જોડે રહેનારને પણ તૃપ્તિના ઓડકાર આવે છે.
જ્ઞાનસારમાં યશોવિજયજી મહારાજ સ્પષ્ટ વાત કરી રહ્યા છે. મોહનો , મદિરા એ પ્રભાવ છે. આત્માના અનંત ગુણો એ સ્વભાવ છે. કર્મની નિર્જરા કરો, સમતા ગુણ લાવો. માથું દુ:ખશે તો પણ ઉપવાસ કરીશ અને ઉપવાસ
• ૧૧ -