________________
સ્વભાવ કે પ્રભાવમાં પસંદગી કોની ....!
મુનિસુવ્રત સ્વામી ભગવાનની દેશના ચાલતી હતી. બીજી બાજુ પ00 મુનિવરો ઘાણીએ પીલાતા હતા. ઘાણીમાં પીલાવાની વેદના સમાન હતી છતાં પાલકથી થયેલા આ નુકશાનને ભૂલી શક્યા તો પાલક પ્રત્યેનો મૈત્રીભાવ ટકાવવા દ્વારા કેવળજ્ઞાન પામીને મોક્ષમાં પધારી ગયા. જયારે એ જ ૫૦૦ મુનિવરોના ગુરુદેવ નંદકસૂરિ પાલક તરફથી ઉભી થયેલી નુકશાનીને ભૂલી ન શક્યા તો પાલક પ્રત્યે જાલીમ દુર્ભાવ કેળવીને સંસારની યાત્રાએ નીકળી પડ્યા.
મુક્ત થવાનો એક જ વિકલ્પ શ્રેષ્ઠ છે. આપણા પોતાના અશુભ કર્મોના ઉદયને નજરમાં રાખીને થયેલ નુકશાનીને હસી કાઢવાની હિંમત કેળવી લો. દુશ્મન તમારા કર્મો છે પાલક નથી.” આ વિચારણાથી સમતાની સહજ પ્રાપ્તિ થાય. પ્રભાવના આકર્ષણમાં મોહાવા કરતા આત્માના સ્વભાવના આકર્ષણમાં આવવા જેવું છે.
શ્રેણિકને તેનો પુત્ર કોણિક રોજના 100 ફટકા મીઠામાં બોળેલી ચાબુક વડે મારે. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થનારા પુણ્યાત્માએ કેટલી વેદનાઓ સહી હશે. ખુલ્લા બરડા પર રોજ ૧૦૦ ફટકા મારે. ગઈ કાલના ઉઝરડા પર મીઠાના પાણીમાં બોળેલી ચાબુકના ફટકા શ્રેણિક તો હસતા હસતા સહી લે અને બોલતા. દિકરા, જે મને ભગવાને પણ ન શીખવાડ્યું એ તત્ત્વજ્ઞાન આજે હું તારી પાસેથી શીખ્યો એટલે તું મારો ઉપકારી છો.' ફટકા પડે અને મોઢામાંથી ચીસ નીકળે. લોહીલુહાણ શરીરે બોલે – નરકમાં જઈશ તો ત્યાં પણ આવી વેદનાઓ સહેવાની છે. દીકરાને કહે છે, “એમાં તારો કોઈ દોષ નથી. આ તો મારા કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે. તે મારે ભોગવવાના જ છે.” ચેલ્લણા દીકરાને વિનંતી કરે છે કે દિકરા તું નાનો હતો ત્યારે તારી એક આંગળી કૂકડો ખાઈ ગયો હતો ત્યારે તારા પિતાએ તને બચાવ્યો હતો. મને એકવાર એમને મળવાની રજા આપ. ખુલ્લા વાળ દારૂમાં ભીંજવી જયારે ચેલ્લણા શ્રેણિકને મળવા જાય છે અને શ્રેણિકના ખુલ્લા બરડા પર પડેલા ઉઝરડાની ઉપર દારૂના ટીપા પડે છે ત્યારે થોડીક વેદના ઓછી થાય છે. વેદનાની વચ્ચે પણ હસતા રહ્યા. પ્રભાવ ના કેન્દ્રમાં શરીર હોય છે જયારે સ્વભાવના કેન્દ્રમાં આત્મા હોય છે. માણતુષ મુનિ વિચારે છે કે ગયા ભવમાં મેં જ્ઞાનની વિરાધના કરી હશે કે આજે મને જ્ઞાન ચડતું નથી. પોતાના જ કર્મોની વિચારણામાં જ પશ્ચાતાપ જાગે છે. ગુરુની પહેલા કેવળજ્ઞાન પામી જાય છે. જાણવા અને જીવવાની ખાઈ તોડી નાંખી.
( ૧૦ )