________________
રાજા પખ્ખી આદિના દિવસે પૌષધ કરે છે. બપોરના સમયે એકાસણું કરવા બેસે છે. સૂર્યકાંતાએ દૂધના કટોરામાં ધર્મી પતિથી છૂટવા માટે ઝેર નાંખી દીધું. પ્રદેશી રાજા એકાસણું કરી રહ્યા છે. બધી વાનગીઓની સાથે પતિના પાટલે દૂધનો કટોરો પણ મૂકે છે. રાજા કટોરો મોઢે માંડે છે. દૂધમાં કંઈક ફરક જણાયો. એકાસણું કરી રાજા પૌષધશાળાએ ગયા.
રાજાઓ પોતાના માટે પૌષધશાળાઓ અને દર્શન માટે ગૃહમંદિર વગેરે બનાવતા. તમને ઘરમંદિરનું કહીએ તો કહો કે ઘરમાં અનુકૂળતા નથી. આશાતના લાગે. ટી.વી. વગેરેમાં તો આરાધના જ થતી હશે ને? મોહની સાથે એસ.ટી.ડી. ચાલુ હશે તો પરમાત્મા સાથે કનેકશન નહીં જોડાય.
રાજાને ધીમે ધીમે ઝેર ચડે છે. રાજા પડી જાય છે. મંત્રીઓ, સૈનિકો દોડતા આવે છે. ઉપચારો કરે છે. રાજા તરફડી રહ્યા છે. રાજા મનમાં સમજી ગયા કે રાણીએ દૂધમાં કાંઈ ગડબડ કરી છે. આગ્રહ કરી પીવડાવવાનો અર્થ સમજી ગયા. ‘નમન નમન મેં ફેર હૈ, બહુત નમે નાદીન..” રાજાને રાણી પ્રત્યે અંતરમાં દેષ નથી. રાગ-દ્વેષ વધે એટલા રીએકશન વધે. સ્વીકાર એ સમતાનો પ્રભાવ છે. પ્રતિકાર એ ક્રોધનો પ્રભાવ છે. પ્રદેશી રાજા ધર્મિષ્ઠ બન્યા છે. રાજાને ભયંકર વેદના છે. જીવનમાં પરમ શાતા છે. રાજાની હમણાં કસોટી થઈ રહી છે. ધવંતરી વૈધો ઝેર ઉતારવામાં નિષ્ફળ ગયા છે. આ બાજુ સૂર્યકાંતા રાણી વિચારે છે જો રાજા બચી જશે તો મારી જિંદગી કેદમાં આવી જશે. આમ વિચારી ધ્રુસકે ધ્રુસકે રડતી પોતાના વાળ ખુલ્લા કરી ત્યાં આવે છે. મારું સૌભાગ્ય ભૂંસાઈ જશે. મારું શું થશે? મોહનીય કર્મ ખતરનાક છે. રાજા પોતાના સ્વભાવમાં મસ્ત છે. રાજા વિચારે છે હે જીવ! તું પ્રભુને આધિન છે તો તું સ્વાધીન છે. માટે સમતા રાખજે. રાણીના મનમાં એક વિચાર ઘૂંટાય છે. રાજા બચી જશે તો? રાજા પાસે જઈને પોતાના વાળથી રાજાનું મોઢું ઢાંકી દીધું. રાણી મુખથી બોલી રહી છે કે ગમે તેમ કરી એમને બચાવો અને અંગૂઠાથી રાજાનું ગળું દબાવી દીધું. રાજા સંસારમાંથી વિદાય થઈ ગયાં. સંસાર કેટલો ભયંકર છે. પતિની પાછળ સતીઓ થનાર પણ છે ને આવી સ્ત્રીઓ પણ છે. સંસારમાં ગમો-અણગમો, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવા જેવું નથી. મોહ-માયા એ તો બંધન છે. સંસારમાં માત્ર કર્મબંધન થશે. ધર્મીના જીવનમાંથી ભેદ ટળી જાય છે. સમજદારી હોય તો કોઈપણ પરિસ્થિતિને લાભદાયક બનાવી લે છે. આનંદને અવધિજ્ઞાન દુ:ખમાં થયું તો ભરતને કેવળજ્ઞાન અરિસાભૂવનમાં તત્ત્વને સમજ્યા પછી. આટલું ધ્યાનમાં રાખો. સુખ દુઃખ બન્ને મારે માટે સહાયક છે. કર્મના ઉદય સમયે પ્રભુ તારી મહેરબાની છે. હાય હાય કરવાથી શું? સમતા રહે એ જ મોટી વાત છે.
• ૧૫૯ •