________________
આપણે કોણ છીએ? આપણે ક્યાં છીએ?
મહાન જ્ઞાની યશોવિજ્યજી મહારાજ ‘અમોહ' નામના અષ્ટકમાં આપણે કોણ છીએ? અને આપણે કયાં છીએ? ની ઓળખાણ કરાવે છે. ભરત બાહુબલીના યુદ્ધમાં બાહુબલી ભરતને મારવા માટે પ્રહાર કરી હાથ ઊંચો ઉપાડ્યો એ અડધે જ અટક્યો. તેને વિચાર આવ્યો હું પ્રથમ તીર્થંકરનો પુત્ર, જૈન શાસનનો શ્રાવક છું. બસ એટલા જ વિચારે એ ઉગામેલા હાથે પોતાના માથાનો પંચમુષ્ટિ લોચ કરી નાંખ્યો... માત્ર હું કોણ? ની વિચારણા પણ અકાર્યમાંથી છોડાવી શકે. કુટુંબ અને સમાજે આપેલ ઓળખાણ કરતા મહાવીરના શાસનનો શ્રાવક છું એ ઓળખાણ ગૌરવપ્રદ છે.
પાલનપુરના નવાબના ઘરે મહાજન મળવા ગયા. નોકરે ઉપર જઈ નવાબને સંદેશો આપ્યો એટલે નવાબ પોતે જાતે નીચે ઉતરીને મહાજનને મળવા આવ્યા. નવાબની પુષ્કળ જાહોજલાલી છે. નવાબે મહાજનને ખાસ જમવાનો આગ્રહ કર્યો. જમવામાં ખાસ સોનાની થાળીઓ કાઢી. મહાજનની સાથે નવાબનો ૨૨ વર્ષનો દીકરો પણ જમવા બેઠો છે. થોડીવાર થઈ એટલે નવાબના છોકરાએ બૂમ પાડી નોકરને મચ્છી લાવવા કહ્યું. આ સાંભળી નવાબે ઉભા થઈને જુવાનજોધ છોકરાને એક તમાચો ઝીંકી દીધો. (તમારો દીકરો કાંઈ આવું કરે તો તમો મારો ખરા? કદાચ મારી પણ દીધું હોય તો તેનું પરિણામ શું આવે?) નવાબે ગુસ્સાથી દીકરાને કહ્યું, ‘નાલાયક, ખબર નથી પડતી. ગામનું મહાજન જમવા બેઠું છે ને તેમની સામે તું ખાવા માટે મચ્છી મંગાવે છે. એક દિવસ પણ રહી નથી શક્તો.' આ છે મહાજન પ્રત્યેની ઓળખાણ. મહાજનનું પણ માન ખૂબ જળવાતું. મહાજનના માણસોએ કહ્યું. ‘જવા દો. બાળક છે. ધીમે ધીમે બધું સમજી જશે.’ નવાબે કહ્યું, ‘આટલો મોટો થયો. હમણાં નહીં સમજે તો કયારે સમજશે. એને સમજાવવા માટે જ તમાચો માર્યો છે કે રોજિદીં જિંદગીમાં કાંઈપણ ખાતા હોઈએ પણ જયારે ગામનું મહાજન આવે તો એમની અદબ તો જાળવવી જ જોઈએ.' આજે આ ઓળખાણ ભૂલાઈ ગઈ છે. માત્ર હું કોણ? ની વિચારણા ઘણા પાપોથી બચાવી લેશે. ભગવાન મહાવીરનો શ્રાવક એ ઓળખાણ સ્પષ્ટ થઈ જાય તો એ હોટલના પગથીયા નહીં ચડી શકે. થિયેટરના પગથીયે નહીં પહોંચી શકે. બિયરબારને જોઈ જ કેમ શકે? અમને કોઈ ‘થમ્સ અપ' ની બાટલી ઓફર કરે ખરો? સ્વપ્રમાં પણ
· ૧૪૪ •