________________
નહીં. કારણ તમને ખબર છે અમને આ ખપે નહીં. સાધુની પણ એક ચોક્કસ પ્રકારની ઓળખાણ જામી છે. બસ એમ જ હું કોણ? પ્રભુ મહાવીરનો શ્રાવક આ ઓળખાણ જામી જાય તો ઘણા પાપકર્મોથી બચી જાય.
એકવાર મહારાજજી મુંબઈના પરામાં ગોચરી વહોરવા નીકળ્યા. એક શ્રાવિકાના ઘરે ધર્મલાભ આપી પ્રવેશ કર્યો. શ્રાવિકાએ અન્ય પદાર્થો સાથે મુરબ્બો વહોરવા માટે આગ્રહ કર્યો. મહારાજજી, એ શ્રાવિકાને પૂછે છે. સાહેબ! શ્રાવકનું ઘર છે. આપને કહ્યું એવું જ અહીં મળે. સાહેબ! આપને પૂછવું ન પડે. કયાંય ભૂલ જોવા નહીં મળે. શ્રાવિકાએ ખૂમારીભર્યો જવાબ આપ્યો. મહારાજજી ઉપાશ્રયે પહોંચ્યા પછી તે એરીયાના એક ભાઈને તે ઘરનું એડ્રેસ કહીને એ બેન કોણ છે? એ વિષે માહિતી પૂછી. એટલે એ ભાઈ બોલ્યા, સાહેબ! એ જૈન શ્રાવિકાનું ઘર છે. એ બેન જીવવિચાર, નવતત્ત્વ, દંડક, સંઘયણી-છ કર્મગ્રંથ બધું શીખેલા છે. એટલે મહારાજને વિચાર આવ્યો કે બેને બરોબર કહ્યું હતું કે “આ શ્રાવકનું ઘર છે.” શ્રાવકપણાની ખુમારીભરી ઓળખાણ કોઈ આપે એવી આપણી ભૂમિકા ખરી?
કોણ? ની ઓળખાણ સાધનો, સામગ્રી, સંપત્તિ અને સંતતિથી શું આપવી? એમાં શું રાચવું? ચક્રવર્તી પણ ચક્રવર્તીપણામાં મરે તો તેની બીજી કોઈ ગતિ નથી. સીધો જ નરકે જાય...પદાર્થ કે પદવીઓમાં કંઈ મોહાવા જેવું નથી. જગતમાં જેટલા બાહ્ય પદાર્થો છે તે સારા લાગે છે તો તેના પર નરક અને નિગોદના લેબલ લાગેલા છે. તે જોતા શીખી જાઓ. પ્રલોભનો સામે તો ૧૪ પૂર્વીઓના પણ ડૂચા નીકળી ગયા છે. જયાં આ જીવને પોતાની સાચી ઓળખાણ થઈ છે ત્યાં એ જીવનું પરિવર્તન થાય છે. હું એટલે આ નથી. અન્યત્વની ભાવના રોજ ઘૂંટાવી જોઈએ. જીવની ઓળખાણનું ત્રીજું તત્ત્વ છે આત્માર્થી. જેની નજર સામે સુખ નહીં પણ સદ્ગુણો જ રમતા હોય. કેન્દ્રસ્થાને માત્ર આત્મા જ હોય. જેના મનમાં ધર્મ રમતો હોય. આ આત્માઓ આ લોક અને પરલોક બન્નેને છોડી શકે. ચરમાવર્તકાળમાં જીવ પ્રવેશ્યા વિના સગુણો સંભવતા નથી. આપણે સુખની પસંદગી કરી બેઠા જયારે આત્માર્થી જીવો સગુણોને પકડી રહ્યા છે. આજે પણ પરિવારના સભ્યો વચ્ચે થોડી ઘણી શાંતિ અનુભવાય છે એ સુખના લીધે નહીં પણ સગુણોને લીધે. નહીં તો ઘર પણ વેરવિખેર થઈ જાય. ઘરની દરેક વ્યક્તિઓ માટે સગુણોનો જ આગ્રહ રાખો.
- ૧૪૫ ૦.