________________
વ્યવસ્થિત હતા. આજુબાજુમાં પણ સ્વચ્છતા હતી. સગી મા પણ અપાર વાત્સલ્ય સાથે બાજુમાં બેસી જમાડી રહી હતી. લે ખાઈ લે... કેટલા દિવસનો ભૂખ્યો છે. પેલો છોકરો મૂંગો છે બોલતો નથી છતાં માતા પોતાની લાગણીના ધોધથી નવડાવી રહી છે. પ્રેમ જાગે છે ત્યારે પથ્થર પણ બોલતા લાગે અને પ્રેમ ન હોય તો માવતર પણ મૂંગા લાગે છે.
આજે માણસ કૂતરાઓને ફેરવવામાં આનંદ અનુભવે છે. બગીચાઓમાં કૂતરાઓને લઈ જાય છે. પણ મા-બાપને ફેરવવામાં શરમ અનુભવે છે. જેઓ ફરજ ચૂક્યા છે એ ઘણું બધું ચૂક્યા છે. શાસનને સમજ્યા પછી, જાણ્યા પછી આપણા નિમિત્તે કોઈપણ વ્યક્તિને દુઃખ ન થવું જોઈએ. બેન પોતાના દિકરાને પ્રેમથી જમાડે છે. મહારાજ સાહેબને આવેલા જોઈને બેનની આંખોમાં પાણી આવી ગયું. ત્યાં સુધીમાં પેલા ભાઈએ હાથમાં પેંડાનો બોક્સ લીધો ને કહ્યું, મહારાજ આજે તો પેંડા વહોરવા જ પડશે. મહારાજ કહે શાના પેંડા. મહારાજ સાહેબ આજે આ ઘરમાં મા-બાપનો જન્મ થયો છે. બોલતા આંખો ભીની થઈ ગઈ. ઉપાશ્રયમાં બધાને એ પ્રેમની પ્રસાદી આપી. પ્રેમની આ મીઠાશ છે. દીકરો પાપી છે એમ નહીં પણ હું પાપી છું એવો ખ્યાલ આવતા અંતઃકરણમાં થયેલું પરિવર્તન. કાંઈપણ ગમો-અણગમો થાય છે એમાં દોષ તો આપણે કરેલા કર્મોનો છે.
રસ્તામાં ત્રણ વર્ષનો બાબલો ટ્રક નીચે ચગદાઈ ગયો. ઘણા લોકો ભેગા થઈ ગયા. ડ્રાઈવરને પકડી લોકો મારવા લાગ્યા ત્યારે છોકરાની મા કહે છે કે ડ્રાઈવરને મારતા નહીં. મારો દીકરો તો હવે ગયો. તે હવે પાછો આવવાનો નથી. મારા દીકરાના અને મારા કર્મોદય જેથી આવું બન્યું. ડ્રાઈવરને કોઈ મારશો મા! આ બેનને મળવું હોય તો પાલિતાણા,પાસે કીર્તિધામમાં જજોને એમને મળજો. કર્મના ગણિત સમજાઈ જતા અરસપરસના મનદુ:ખ, અપ્રસન્નતા, ખેદ, બધું ચાલ્યું જશે, જિંદગીની પ્રત્યેક પળે આનંદની અનુભૂતિ થશે.
ચાર ચીજો લાવો
(૧) સરળતા, (૨) નમ્રતા, (૩) ઉપશમભાવ, (૪) દેહાધ્યાસ તોડવાની વૃત્તિ
· ૧૫૧ •