________________
'સુખ....દુઃખ...બન્નેને WELCOME!
મોહરૂપી મદિરાનું પાન કરનાર વ્યક્તિની કેવી દશા હોય છે એનું વર્ણન કરતા યશોવિજ્યજી મહારાજ “જ્ઞાનસાર'માં જણાવી રહ્યા છે કે સંસારના પીઠા ઉપર બેસીને વિકલ્પરૂપી મદીરાના પાત્રો વડે મોહની શરાબ પીએ છે ત્યારે તેઓ ભાન ભૂલીને ગમે તેવા કાર્યો કરતા હોય છે. જે આત્મામાં શ્રેષ્ઠમાં ગુણોનો ભંડાર રહેલો છે તે પણ આશ્ચર્યકારક પ્રવૃત્તિઓ કરતો જોવા મળે છે. આપણને જે ન ગમે તેવી ક્રિયા અન્યને કરતા જોઈને તેની ઉપર દ્વેષ ન કરતા જિન તત્ત્વ આપણને કહે છે સમ્યકજ્ઞાન આપણામાં આવે ત્યાં મોહનીય ચેષ્ટાઓ પ્રાયઃ ચાલી ગઈ હોય છે. કોઈપણ આત્માની નાની મોટી અરુચિકર પ્રવૃત્તિ જોઈને દ્વેષ ન કરવો. જ્ઞાનનો અર્થ એ છે કે વિરતિ નહીં તો સ્થવિરતિ તો અવશ્ય મળે. જ્ઞાનનું સીધુ ફળ તો વિરતિ જ છે. જ્ઞાન મેળવ્યા પછી પરિમાર્જન તો થવું જ જોઈએ. આપણી અંદર જ્ઞાન હોય તો ધ્યાનમાં આવે છે કે આટલું જાણવા અને સમજવા છતાં જે વિપરીત આચરણ થઈ રહ્યું છે એનું કારણ મોહ છે. એક નાનકડો મોહ જીવને સાચી સમજણ હોવા છતાં અવસરે સાચું સમજવા દેતો નથી. એક મોહ સ્વાદ વગરનું ભોજન ચલાવી લેવા તૈયાર નથી. કપડા એ મજા માટે નથી પણ મર્યાદા માટે છે. પુગલનો પ્રેમ એટલો નડે છે કે એનાથી જીવનમાં ડગલે ને પગલે રાગ-દ્વેષ થાય છે. મોહ નડે ત્યારે વિચારજો કે વ્યક્તિની અંદર બેઠેલો મોહ ખરાબ છે વ્યક્તિ ખરાબ નથી. મોહમદિરા પીનારની ચેષ્ટાઓ કેવી હોય છે? દારૂ પીધેલા માણસ જેવી. એની સામે બોલવાથી તે સમયે કોઈ ફાયદો નથી. એક કવિએ સરસ કહ્યું છે કે, “હણો ના પાપીને કોઈ, દ્વિગુણ બનશે પાપ જગના.”
એક બાપના બે દીકરા હતા. એક દીકરો સંસ્કારી હતો ને બીજો બેજવાબદાર બની દારૂ વગેરે પીતો હતો. તો આ બાપ સલાહ કોને આપે. સમજુને જ સલાહ આપે. પીધેલા વ્યક્તિની સામે બોલવાથી આપણને સામે રીએકશન જ મળવાનું છે. એક દારૂડીયો ચાર હાઈવે રોડની વચ્ચે રાખેલી પોલિસની કેબીનમાં ઉભો હતો. હવાલદાર કહે છે શા માટે ઉભો છે? ત્યારે દારૂડીયાએ કહ્યું આખી દુનિયા ફરી રહી છે. પણ એનું શું? દુનિયા ફરે છે તો એની સાથે મારું ઘર પણ ફરશે...ફરતું ફરતું ઘર અહીં આવશે તો હું ઘરમાં ચાલ્યો જઈશ. દારૂ પીધેલો માણસ પોતાની વાતમાં કંટ્રોલ રાખી શક્તો નથી. જ્ઞાનીઓ કહે છે કે આ મદિરાનો નશો તો ૫-૬ કલાકે ઉતરી જાય છે પણ મોહનો નશો તો હજારો લાખો વરસે ઉતરે કે ન ઉતરે
= ૧૫૬ • =