________________
હરખવામાં જ કર્મબંધ છે. યોગદષ્ટિ જેવા ગ્રંથમાં જણાવે છે કે કાંતાદષ્ટિમાં પ્રવેશ કરેલ વ્યક્તિ અશુભ ક્રિયાની અંદર પડેલ હોય ત્યારે કર્મબંધ થતો નથી. જ્ઞાનદષ્ટિનો ઉઘાડ અત્યંત જરૂરી છે. જ્ઞાનદષ્ટિ ઉઘડી એટલે અણસમજ દૂર થાય. જ્ઞાની એકજ શ્વાસોચ્છવાસમાં જબરદસ્ત કર્મોનો ખાત્મો બોલાવી દે છે. જ્ઞાની કે જ્ઞાનયોગી કોણ? જે જ્ઞાન મેળવ્યા પછી જીવનમાં વિષય કષાયથી મન પાછું વાળે તે જ્ઞાની કહેવાય. પ્રવૃતિ કદાચ બદલાય કે ન બદલાય પણ પરિણતિ બદલાવે તે જ્ઞાની. જો આ ફેરફાર જીવનમાં ન થાય તો આ માણસ વિદ્વાન છે, પંડિત છે. આધ્યાત્મિક પરિણતિ ન જાગે, વિષય કષાય મંદ ન પડે તો સમજવું કે આપણી જ્ઞાનદષ્ટિ ખુલ્લી નથી. જ્ઞાનની પરિણતિ તમારા કે મારામાં આવી છે કે નથી આવી એ આપણને ત્યારે સમજાય જો કોઈપણ ઘટના ઘા ન કરી જતી હોય. ઘટના ઘા ન કરે અને પ્રસંગ પીડા ન કરે તો કહી શકાય કે જ્ઞાનદષ્ટિનો ઉઘાડ થયો છે. જ્ઞાનદષ્ટિ આઘાત-પ્રત્યાઘાતને રોકે છે. દર્પણમાં આપણું પ્રતિબિંબ પડે પણ પડ્યું તો ના રહે. પ્રતિબિંબ આવ્યા પછી ઝળકે પણ અંતરમાં જામે નહીં. દેશ્ય કે દર્શન કદાચ ન બદલાય પણ એનું મૂલ્યાંકન અવશ્ય બદલાઈ જાય. જ્ઞાનયોગી બનતા જાઓ. પદાર્થ-પાત્રને નીરખો પણ હરખો નહીં. જેણે પોતાનું દર્પણમાં દર્શન કર્યું છે એવો યોગી અનઉપયોગી વાતોમાં પડતો જ નથી. ફકીર અને શિષ્યો સાથે રસ્તામાં જઈ રહ્યા હતા. બપોરના નમાજ પઢવાના સમયે રસ્તામાં જ નમાજ પઢવા બેસી ગયા. નમાજ પઢવાની શરૂઆત કરી ત્યાં તો એક સિંહની ત્રાડ સંભળાઈ. શિષ્યો નમાજ પડતી મૂકી આજુબાજુ ભાગી ગયા ફકીર તો ખુદાની બંદગીમાં મસ્ત બેઠા છે. પેલો સિંહ આવ્યો અને ફકીરની ત્રણ પ્રદક્ષિણા આપીને ચાલ્યો ગયો. શિષ્યોએ આ દશ્ય જોયું અને થયું આપણા ગુરુ મહારાજ તો વિકરાળ સિંહથી પણ ન ડર્યા. નમાજ પૂરી કરી તેઓ આગળ ચાલ્યા. ચાલતા ચાલતા સંધ્યાનો સમય થયો. સમી સાંજ થતા બધા એક જગ્યાએ રોકાયા. સંધ્યાકાળની નમાજ પઢવા બધા તૈયાર થયા ત્યાં તો ગુરુદેવે રાડ પાડી અહીંયા તો મચ્છરોએ મને મારી નાંખ્યો. કેવા સ્થાને રોકાયા છો. ગુરુ બેબાકળા બની ગયા. તે વખતે શિષ્યો હસે છે. ગુરુભગવંત ગરમ થઈ ગયા. તમને હસવું આવે છે જયારે હું વેદનાથી પીડાઈ રહ્યો છું. ત્યારે શિષ્યો હાથ જોડીને નમ્રતાપૂર્વક કહે છે ગુરુજી અમને હસવું એટલા માટે આવે છે કે જંગલનો રાજા સિંહ આવ્યો ત્યારે તમે ગભરાયા નહીં પણ હમણાં મચ્છરોના ત્રાસથી ગભરાઈ ગયા. એ વખતે ફકીર જવાબ આપે છે કે તમારી વાત બરાબર
= • ૧૫૩ -