________________
સંતોષનો ઓડકાર આવે એવી કોઈ સંભાવના નથી. ષખંડ જીતનારા બારખંડ જીતવા નીકળ્યા ત્યારે તેમના પણ ડૂચા નીકળી ગયા છે. આપણી દોટ જડ પદાર્થો પ્રત્યેની છે. ભગવાને પણ કરુણાથી પ્રેરાઈને એક જ વાત સમજાવી છે કે તારા આત્માના સ્વભાવ સાથે જોડાઈ જા. વસ્તુના પ્રભાવમાં જે અંજાઈ ગયો છે તે તોડી નાંખ. સગુણોના ઉઘાડની એકપણ તક જતી ન કરશો. તમારા ઉધાર પાડેલા નામ ઉપર કોઈ તમને ૫-૧૫ ગાળ આપે તોય માથું ન ફેરવતા.
થર્મોસની શીશી સામે ઉભા રહીને કોઈએ તમારો ફોટો પાડ્યો. મોટરના પૈડાના સ્ટીલમાં દેખાતા તમે, ને એ જોઈને કોઈએ ફોટો પાડ્યો ને ટુડીયોવાળાએ તમારો ફોટો પાડ્યો. આ ત્રણ ફોટા તમને કોઈ બતાવે અને પૂછે આ ત્રણે ફોટા કોના છે? તો શું જવાબ આપશો?
આટલામાં બધું સમજી જાઓ.....
સમૃધ્ધ થવાની ઝંખનાવાળા જીવો જગતમાં ચિક્કાર છે. સમર્થ થવાની કામનાવાળા જીવો થોડા ઓછા છે જયારે શુધ્ધ થવાની અભિપ્સાવાળા જીવો તો આંગળીના વેઢે ગણાય તેટલા છે. એક વાત ખ્યાલમાં રાખજો ... ઢાળ જેમ પાણીને ઉપર ચડવા દેતું નથી તેમ પ્રલોભન માણસને શુદ્ધિના માર્ગે વિકાસ કરવા દેતું નથી. પ્રલોભનની વણઝારમાં સૌથી વધારે સતાવનારી ચીજ છે સંપત્તિ. ધનની ભૂખ સદા જુવાન હોય છે. સાવધાન....!
૧૪૭ •