________________
સગુણોના ઉઘાડે દુઃખી પરિવારને પણ હસતો રાખ્યો છે જયારે દુર્ગણોની હાજરીએ સુખી પરિવારને પણ શૈતાન બનાવી દીધા છે.
માતાએ દીકરીને પરણાવી અને એ બે વર્ષમાં વિધવા થઈને મા ના ઘરે પાછી આવી. મા એ કહ્યું “દીકરી જે થવાનું હતું તે થઈ ગયું, તેમાં આપણું કશું ન ચાલે પણ દિકરી લગ્ન વખતે જે ઘરેણાં તને આપ્યા હતા તે પાછા લઈ આવજે.” ત્યારે મા ની સામે જોતાં દિકરીએ કહ્યું, મા આજે હું વિધવા થઈ છું છતાં મારા સાસુ-સસરાએ મને જાકારો નથી આપ્યો. આજે અહીં આવી ત્યારે પણ એમણે કહ્યું કે ભલે થોડા દિવસ પિયરે રહી આવો એ પણ ઘર તમારું જ છે. પણ પછી પાછા અહીં આવતા રહેજો . એટલે મા એ દાગીના ત્યાં છે એ બરોબર છે. માટે હવે તું મને ફરીને એના વિષે કશું કહીશ નહીં. થોડો સમય રોકાઈને ફરી સાસરે ચાલી ગઈ. પાછી એકાદ વર્ષે મા ને મળવા આવી. એક દિવસ ઘરના રસોડામાં રોટલી કરતી હતી ત્યારે માએ દાગીના વિષે વાત કાઢી એટલે દીકરીએ કહ્યું, મા મેં તને પહેલા પણ ના પાડી હતી દાગીના વિષે કાંઈ કહેતી નહીં. એ ત્યાં છે એટલે હું સલામત છું. ફરી પાછી શું કામ પૂછે છે? એટલે મા તો ચૂપ થઈ ગઈ પણ થોડીવાર રહીને તે ઉભી થઈ દિકરી બેઠી હતી તેની પાછળ જઈ જોરદાર લાત લગાવી. દિકરી સળગતા ચૂલા ઉપર ઊંધી પડતા એ સળગવા લાગી. માએ દાગીનાના મોહમાં સગી દીકરીને જીવતી જલાવી દીધી. આ ઘટના ૩-૪ વરસ પહેલા જ બની છે. આ છે જિંદગીમાં સદ્ગુણોનો અભાવ. આજે હજારો મા-બાપો સાધુઓ પાસે ફરીયાદ લઈને આવે છે અમારો દીકરો દુઃખી છે. એ ફરીયાદ નહીં પણ દીકરાના વાંકે અમો દુ:ખી છીએ એમ જણાવે છે. સગુણોનો અભાવ સર્વત્ર હાહાકાર મચાવી દે છે. શરીરમાં જે સ્થાન શ્વાસનું છે તે સ્થાન જીવનમાં સગુણોનું હોવું જોઈએ.
એક પતિ-પત્નિ છે. પતિએ ઘરે આવીને પત્નિને વાત કરી કે આ મહિને જોઈએ એવું માર્જીન ધંધામાં થયું નથી. ઘર કેમ ચાલશે? તરત જ પત્નિએ હળવાશથી જવાબ આપ્યો કાંઈ વાંધો નહીં આવે. ગયા મહિને થોડી થોડી બચત કરી છે અને બીજું હું નાનું નાનું કામ કરી લઈશ. મહિનો તો એમ જ ખેંચાઈ જશે. ચિંતા શું કામ કરો છો. આ છે સદ્ગુણોનો ઉઘાડ. દુ:ખની હાજરીમાંય હસતા રહેવાની કળા આવી જાય છે. પુણ્યના પ્રભાવનું જ જેને આકર્ષણ છે એનો સંસાર વધતો નથી. પખંડના અધિપતિને
0 ૧૪૬