________________
નદી પાસે જઈને કહેજે કે રાજા જો બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપ. આ સાંભળી મુનિ મહારાજ કહે છે કે હવે જો તમને નદી પાર કરી જવું હોય તો નદી પાસે જઈને કહેજો કે મારા દિયર મહારાજ જો ઉપવાસી હોય તો હે નદી તું મને માર્ગ આપ. રાણી તો નદીકાંઠે આવી અને મુનિભગવંતના જણાવ્યા પ્રમાણે કહેતા નદીએ તરત માર્ગ કરી આપ્યો. રાણીને આ વાતમાં કશું સમજાયું નહીં. ઘણીવાર આપણી સમજમાં નથી આવતું એ આપણો દોષ હોય છે. મહાન વિભૂતિઓનો દોષ નથી હોતો. પણ આપણા નબળા ક્ષયોપક્ષમને લીધે આપણી સમજમાં ન આવે તે બરોબર છે. જ્ઞાન ભણ્યા પછી અભિમાન જોઈતું ન હોય તો ૪૫ આગમ સામે મારું જ્ઞાન તો બિંદુ છે અને ૪૫ આગમનો અભ્યાસ કર્યો હોય તો ૧૪ પૂર્વીને યાદ કરવા અને ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય તો કેવળી ભગવંતોને યાદ કરો. અભિમાન કયારેય નહિ આવે. જિંદગીમાં કયારે પણ હિંમત ન હારતા. જ્ઞાનાભ્યાસમાં છકી ન જઈએ એનો ખ્યાલ કરજો. મારાથી પણ વધારે જ્ઞાનવાળા જ્ઞાનીઓ છે. જીવનમાં દુઃખ આવે તો મારાથી પણ વધુ દુઃખી છે એની સામે મારું દુ:ખ તો કાંઈ જ નથી. સુખમાં છકી ન જઈએ અને દુ:ખમાં ડગી ન જઈએ.
રાણી ઘેર પહોંચી પરંતુ ગમતું નથી. રાજા રાણીને પૂછે છે તું બેચેન કેમ દેખાય છે? રાણી કહે છે રાજા બ્રહ્મચારી હોય અને દિયર ઉપવાસી હોય તો નદી માર્ગ કેવી રીતે આપે એ વાત મને સમજાતી નથી. રાજા એનું કારણ સમજાવતા કહે છે, હું ભલે સંસારમાં છું, લોકોને ભલે લાગતું હોય કે હું તારી સાથે રસભરી જિંદગી જીવું છું. (સંસારે તનું મોક્ષે ચિત્ત) છતાં આ શરીરના વિષયસુખોમાં મારું મન નથી. તમે કયાં જીવો છો એ મહત્વનું નથી પણ તમારા હૃદયમાં કોણ બેઠું છે એ મહત્ત્વનું છે. વ્યાખ્યાનમાં બેસો પણ હૃદયમાં વ્યાખ્યાન ન બેસે તો? જેની આંતર જાગૃતિનું જાગરણ થઈ ગયું હોય એવો વ્યક્તિ સંસારમાં રહે છતાં કર્મબંધ કરતો નથી. ક્રિયાએ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ- આ સૂત્રોમાંથી મહાન રહસ્યો મળી શકે છે. હે જીવ! તારા પરિણામને બગાડે નહીં. જયારે આત્માના અધ્યવસાયો, વિચારો, વેશ્યા વિપરીત બનશે ત્યારે કર્મબંધ થયા વિના રહેતો નથી. ઔદાયિક કર્મના ઉદયથી કોઈ પણ ચીજ મળે તો રાગદ્વેષ ન કરવા. ઘણા માણસો અભિમાન કરે છે કે મારો છોકરો ડોકટર, વકીલ, મેનેજર તરીકે ઉંચા હોદા પર છે પરંતુ ખરેખર તો મારો દીકરો શાસનને શોભાવી રહ્યો છે એમ કહેવું જ સાચું ગૌરવ છે. રાજા કહે છે મારા ભાઈ મહારાજે કહ્યું કે ઉપવાસી હોય તો... નદી માર્ગ આપ.. એ ભાઈએ વાપરેલી