________________
કોઈ ગમે તેટલો કાદવ ઉછાળે છતાં આકાશ કોઈ દિવસ મેલું થતું નથી. તેમ ઔદાયિક ભાવની અંદર ન મૂંઝાતો આત્મા પાપ કરવા છતાં પાપથી લેપાતો નથી.
એક ગામમાં સમાચાર મળ્યા કે ગામની પાદરે ગુરુ મહારાજ પધાર્યા છે. રાણીએ રાજાને કહ્યું કે દિયર મહારાજ પધાર્યા છે હું વંદન કરવા જાઉં છું. રાજાએ જવા માટે રજા આપી. એ સમયે જોરદાર વરસાદ વરસ્યો. વરસાદ બંધ થતા રાણી મહારાજને ગોચરી વહોરાવવા ભાતાનો ડબ્બો સાથે લઈને નીકળે છે. નદી કાંઠે આવે છે. નદીને સામે પાર દિયર મહારાજને વંદન કરવા જવાનું છે. નદી ભરપુર વહે છે. નાવ વગર નદી પાર થઈ શકે તેમ નથી. મહાસાગર કે ભવસાગર પાર કરવા માટે પણ નાવ તો જરૂરી છે ને? નદી આજે ગાંડીતૂર બની છે. સામે કાંઠે જવાનો કોઈ અવકાશ નથી. નદી પાર કરવા માટે કોઈ નાવ કિનારે નથી. રાણી પાછી મહેલમાં આવી. રાજાએ પૂછયું કે તમે પાછા કેમ આવ્યા? નદી ગાંડીતૂર બની છે. કોઈ નાવ પણ નથી. નદી ગાંડીતૂર બની હોય તો પાર ન કરાય તેમ તમારી સામે કોઈ ગાંડોતૂર બન્યો હોય તો તેને ઓળંગવો પણ મુશ્કેલ છે. રાણીની વાત સાંભળી રાજા રાણીને કહે છે તું નદી પાસે કાંઠે જઈને કહેજે “મારા પતિ જો બ્રહ્મચારી હોય તો તું મને માર્ગ આપ.” સંસારમાં સતીના માટે પતિની આજ્ઞા શિરોમાન્ય હોય છે તેમ આધ્યાત્મિક જગતમાં શિષ્ય માટે ગુરુની આજ્ઞા સર્વસ્વ હોય છે. રાણીને ખાત્રી છે કે નદી કાંઈ માર્ગ આપવાની નથી છતાં પતિની આજ્ઞા પ્રમાણે નદીકાંઠે આવીને કહે છે, “હે નદી રાજા બ્રહ્મચારી હોય તો તું મને માર્ગ આપ.' રાણી આટલું બોલી ત્યાં તો નદી તરત બે ભાગમાં વહેંચાઈ ગઈને વચ્ચે માર્ગ થઈ ગયો. રાણી સામે કાંઠે પહોંચી જાય છે. દિયર મહારાજને વંદન કરી ગોચરી વહોરવાનું કહે છે. સાધુ સામેથી આવેલી ગોચરી વહોરાવે? હા...કારણસર તમે ઉત્સર્ગ માર્ગે જાણો છો તેમ અપવાદ માર્ગે રહેલા નિયમોને પણ જાણો... નિશ્ચયમાં જીવતા જીવો વ્યવહારનું ખંડન કરતા હોય છે. જિંદગીમાં ક્યારે એવો કોઈ અવસર આવે તો અપવાદ માર્ગ પણ બતાવ્યો છે. સાધુ મહારાજ દેશના કઈ રીતે આપે? નિશ્ચયપ્રધાન અને વ્યવહારપ્રધાન. લક્ષ નિશ્ચયનો પણ દેશનામાં પ્રધાનતા વ્યવહારને આપે. મુનિ ભગવંતે ગોચરી વહોરીને વાપરી પણ લીધી. રાણી દિયર મહારાજને કહે છે હું આ નદીના પૂર ઉતરે નહીં ત્યાં સુધી જઈ કેમ શકું? મુનિ મહારાજ કહે છે, તમે આવ્યા કઈ રીતે? એનું કારણ હતું. મુનિ પૂછે છે કયું કારણ? રાજાએ કહ્યું હતું કે