________________
ગમતો હોય તો સમજી લેજો કે આંતરિક દુનિયામાં આપણે નીચા છીએ. ઉપર જઈને પણ નીચે આવવું પડે જો હૃદય ઊંચું ન હોય તો. હૃદય જો ઊંચું થઈ જાય તો અરીસા ભૂવનમાંય કેવળજ્ઞાન પામી શકાય છે. આપણે તો ઉપાશ્રયમાંય શું કરીએ છીએ તે ખરેખર વિચારણીય છે. અંદરની જાગૃતિ માટે ઉપાશ્રય છે. અંતરની ઊંચાઈ તે સૌથી મોટી ઊંચાઈ છે. હાઈટ તો ઘણાની ઊંચી હોય પણ અંતરમાં લાઈટ ન હોય તો ધર્મ કયાં ટકે? સરળ હૃદય છે ત્યાં ધર્મ ટકે છે. ભદ્રિક, નિર્દોષ, નિખાલસ, શુદ્ધ બન્યા વિના છૂટકો જ નથી. કો'કની ખરાબ વાત સાંભળવા કાન જો સરવા થઈ જતા હોય તો સમજજો હજી અંદરનું શુદ્ધ થયું નથી. અંદરની ચાદર ઉજળી જોઈએ. બ્રાહ્મણે જોયું શુદ્ધ ઘીના લાડવા છે. આજે માનવી પોતે ચોખ્ખો હોય કે ન હોય એને બધું ચોખ્ખું જ જોઈએ છે. હવા-પાણી-દૂધ-ઘી ચોખ્ખાં જોઈએ છે તેમ અંતર પણ ચોખ્ખું જોઈએ. પરમાત્મા-ગુરુ-સાધર્મિકના પરિચયથી પ્રેમ પ્રગટવો જોઈએ. પ્રેમથી કલેઈમ-બ્લેમ દૂર થાય. ચોખ્ખા ઘીનો લાડવો થાળીમાં પીરસાયો. ચોખ્ખા ઘીની સુગંધ મહેંકવા લાગી. ફૂલમાંથી તો સુગંધ આવે પણ માણસમાંથી? માણસની અંદર રહેલા ગુણોની સુગંધ મહેકવી જોઈએ. માણસની ગેરહાજરીમાં એના ગુણોની સુવાસ પ્રસરવી જોઈએ. ફૂલ ખીલીને એક દિવસમાં કરમાઈ જાય પણ ફૂલનું અત્તરમાં રૂપાંતર થઈ જાય તો ફૂલના અસ્તિત્વની સતત યાદ આવ્યા કરે. આપણે ન હોઈએ અને આપણે કોઈ ગાય એનું નામ જિંદગી. કવિ ગનિ દહીંવાલાએ એક પંક્તિમાં સરસ વાત લખી છે.
જીવનનો સાચો પડઘો એ જ છે ગની
ના હોય વ્યક્તિ અને ગુણો બોલ્યા કરે.” ફૂલની હાજરી ન હોય છતાં અત્તરમાંથી ફૂલની સુગંધ આવ્યા કરે.
બ્રાહ્મણને લાડુમાં રસ પડી ગયો. એક સાથે પાંચેક લાડવા પેટમાં પધરાવી દીધા. ગળા સુધી ભરાઈ ગયા. જરા મુંઝવણ, બેચેની જેવું થયું. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે એક ગોળી લેવાનું કહ્યું. બ્રાહ્મણે કહ્યું, ડોક્ટર સાહેબ ગોળીની જગા હોત તો અડધો લાડું વધારે ન ખાઈ લેત. લેબલ ગમે તેટલું ઉંચું હોય પણ લેવલ નીચે હોય તો શું કામનું? બહારની દુનિયામાં જે ગ્રેટ બની શકે તે મોક્ષમાં કદાચ લેટ બની શકે છે. નમ્ર બનવામાં જ જીવનની મજા છે. જેને જે ગમે તેની જ તે વાત કરે છે. અંદરનો ખજાનો મજાનો છે. બહારની સંપત્તિ સાથે નાતો છોડો તો અંદરની અનુભૂતિરૂપ