________________
મઝામાં ને?' બસ આટલું કહી ફરી સાધનામાં લાગી ગયો. હવે પેલા માણસે વૃદ્ધ સંન્યાસી પાસે આવીને એ જ પ્રશ્ન કર્યો તો એ કહે “હા, પૂછજે કે મારી મુક્તિ કયારે થશે. સાડા-છ વર્ષથી હું તપ કરું છું તો એનું ફળ કયારે મળશે.” ભલે કહીને એ ભાઈ તો ગયા ને પાછા મહિના દિવસ પછી પાછા આવ્યા. પહેલા ગયા જુવાન સંન્યાસી પાસે. એ તો પોતાની સાધનામાં જ મસ્ત હતો. આંખ ખોલીને જોવાની પણ તૈયારી ન હતી. એટલે વૃદ્ધ સંન્યાસી પાસે ગયો. વૃદ્ધ સંન્યાસીએ તો જોઈને તરત જ પૂછ્યું, કેમ ભાઈ! ભગવાન પાસે જઈ આવ્યા. ‘હા’ મારો સંદેશો આપ્યો? હા આપ્યો. તેમણે કહ્યું કે હજી સાત ભવ પછી એમનો મોક્ષ થશે. આ સાંભળી સાધુ તાડૂકી ઉઠ્યા “હજી સાત ભવ રહીને. સાડા-છ વર્ષથી તો તપ કરું છું તેનું કાંઈ નહિ.' એમ કહી પગ પછાડી સંન્યાસી સાધનામાંથી ઉઠી ચાલ્યા ગયા. પેલા ભાઈ પાછા જુવાન સંન્યાસી પાસે આવ્યા. જોઈને વિચાર કરે છે કે આ તે કેવો માણસ છે પોતાની જવાનીમાં તપ કરે છે ને હું ભગવાન પાસે જઈ આવ્યો તો પણ એને જરાપણ પૂછવાની ઈચ્છા પણ નથી થતી. એટલે એ ભાઈએ સામેથી કહ્યું, આપને મુઝે પૂછા નહીં થા ફિરભી મૈને ભગવાન કો આપકી મુક્તિ કે બારે મેં પૂછા કિ આપકી મુક્તિ કબ હોગી? એટલે સાધુ સંન્યાસી બોલ્યા પૂછ્યું તો ભલે પૂછ્યું પણ ભગવાને સાંભળ્યું ખરું? હા. એટલે સંન્યાસી બોલ્યા કે ધન્ય ભાગ્ય મારા કે આટલી બધી ઉપાધિઓમાં પણ એમણે મારી વાત સાંભળી. એ ભાઈ કહે એમણે કહ્યું કે આ કબીરવડ જેની નીચે તમે સાધના કરો છો તેમાં જેટલા પાંદડા છે તેટલા ભવ પછી તમારી મુક્તિ થશે. આટલું સાંભળીને જુવાન સંન્યાસી ખુશીથી ગાંડો થઈ નાચવા લાગ્યો નાચતા નાચતા કહે - ધરતી પર તો કેટલા બધા કબીરવડો છે તેમાં મારા માટે ફક્ત આ કબીરવડના પાનો જેટલા જ ભવો કરવાના. ભગવાન પણ કેટલા દયાળુ છે. એમણે મારા માટે કેટલી દયા કરી. નાચતા નાચતા એ ધરતી ઉપર ઢળી પડ્યા અને ત્યાં જ મૃત્યુ પામ્યા ને સાથે સાથે મુક્તિ પણ મળી ગઈ. આપણે રાહ જોવા તૈયાર ખરા? સ્થિરતા માટે ચાલતા રહો. તપ કરતા હો તો કરતા જ રહો. જ્ઞાનીઓ જણાવે છે કે અસ્થિરતાનું કારણ મોહ છે. ગુણસ્થાનકનું આરોહણ કરતા પણ લોભકષાય ઉપર ગયેલાને પણ નીચે પટકાવે છે. ૧૧ માં ગુણસ્થાનકે પહોંચેલ આત્મા નીચે પટકાય છે કારણ? કષાય. આઠ કર્મમાં બળવાન ચાર ઘાતિ છે. એ ચાર વાતિમાં પણ બળવાન છે મોહનીય. એ સૌથી વધુ ખતરનાક છે. આપણી ચેતના ઉપર લાગેલું અશુદ્ધિનું કારણ હોય તો તે મોહનીય કર્મ છે. ઉપયોગમાં થતી અશુદ્ધિ આપણા ઘાતિ કર્મો પર આધાર રાખે છે. આઠ કર્મોમાં મોહનીયને દૂર કરવામાં જ તકલીફ છે. મોહનીય કર્મથી જ
=
• ૧૧૮ •