________________
આગળ ચાલતા ચાલતા રાજાને જોયા. તેથી સંતને થયું આની પાસેથી ભિક્ષા મળશે. એ ભાવથી સંત રાજાની પાછળ પાછળ રાજમહેલમાં ગયા. રાજા મહેલે પહોંચી નમાજ પઢવા બેસી જાય છે. નમાજમાં કહે છે કે ખુદા તું બડા રમગાર હૈ, તેરી દુઆએ મેરા રાજય કભી ન જાય. મેરી ધનદૌલતમેં બરકત રહે. મેરા રાજ્ય સમંદર તક બઢતા ચલે. રાજા નમાજ પઢીને ઉભા થાય છે, ત્યાં સંતને પોતાના મહેલમાંથી પાછા જતા જોઈને રાજા કહે છે મહાત્મા તમે પાછા કેમ જાઓ છો? સંત કહે છે કાંઈ નહીં. રાજા સંતની પાસે આવીને કહે છે, તમે પાછા કેમ જાઓ છો એ જણાવો? સંત કહે છે આમ તો હું ભિક્ષા લેવા આવ્યો હતો પણ જે સ્વયં ભિખારી છે તે બીજા ભિક્ષુકને શું આપશે. આમ કહી સંત ચાલ્યા ગયા. જેને પોતાની પાસે છે તે ઓછું લાગે તે ભિખારી.
અનાથી મુનિ કહે છે અનાથ બીજાનો નાથ શું બની શકવાનો. રાજા કહે છે આપે ચારિત્ર કેમ લીધું. અનાથી મુનિ કહે છે કે હું પણ સુખી પિતાનો પુત્ર હતો. સાધુઓ પ્રાયઃ પોતાનું પૂર્વ જીવન કહે નહીં. સંસારી સંબંધોની ઓળખાણ કાઢે નહીં. સાચા મહાત્માઓના જીવનમાં ચમત્કાર હોઈ શકે પણ મહાત્માઓ કયારે પણ ચમત્કાર કરતા નથી પરંતુ ચમત્કાર સ્વયં થઈ જાય છે. મહાત્માઓનો પરિચય-નમસ્કાર-નિસ્પૃહતા એમની મહાનતાથી થાય છે. જીવનમાં રહેલ વ્યાપક ગુણો અને વિશાળ હૃદયથી થાય છે. જ્ઞાનીઓ કહે છે દેવ-ગુરુના ભક્ત એમના ચમત્કારો જોઈને નહીં પરંતુ એમના વૈરાગ્યાદિ ગુણોને સમજી એમના સાચા ભક્ત બનો.
એક દિવસ એવું બન્યું આંખમાં અચાનક પીડા ઉપડી. આંખમાં શૂળ ભોંકાય એવી વેદના થવા લાગી. આવી અતિશય પીડા મારા માટે અસહ્ય બની પણ એ સહેવા હું લાચાર હતો. માતા-પિતા-પત્ની મારી પીડાને જોવા છતાં કોઈ લેવા તૈયાર નથી. આંખની ભયંકર પીડામાંથી હું છૂટકારો મેળવવા માગતો હતો. એક દિવસ રાતના નિશ્ચય કર્યો કે રોગ જાય આજની રાત તો સંયમ લેવું મારે પ્રભાત. એ શુભ સંકલ્પથી મને રાતના ઊંઘ આવી ગઈ. માતાએ સવારના મને ઉઠાડ્યો. પીડાથી મુક્ત થયેલા મને જોઈને સૌ ખુશ થઈ ગયા. ઘરમાં લાપસીના જમણની તૈયારી થવા લાગી. જમતા પહેલા મેં બધાને કહી દીધું જે કરવું હોય તે આજે કરી લો. આજ છે તમારી પણ કાલ મારી. આવતી કાલે હું પરમાત્માના પંથે ચાલ્યો જઈશ. બધા રડવા લાગ્યા.તારા વિના અમે શું કરશું? મેં કહ્યું મારી આંખમાં અસહ્ય પીડામાં તમે શું કર્યું? બધા મૌન બની ગયા. આ સંસારમાં
= • ૧૩૮ •