________________
જાય છે. ઓળખાણ-પિછાણ વિના પણ કયારેક સંબંધો બંધાઈ જાય છે.
આપણે સીમંધરસ્વામીને જોયા નથી છતાં લાગણી બંધાય છે. ભાવિનો વિચાર કરી જીવનમાં જે વ્યક્તિ મળી છે તેને સ્નેહથી નભાવી લો તો અશુભ ઋણાનુબંધ નહી બંધાય. શુભના ઋણાનુબંધથી વસ્તુપાલતેજપાલ, શાલિભદ્ર-પેથડ જેવા દીકરાઓનો સંયોગ થાય. દી વાળે તે દીકરા. પણ ઘણા તો દી ફેરવે એવા પણ હોય છે. પુત્રી, સંતાન, સંપત્તિ, વારસદાર બધા જુદા જુદા છે. ઘણા દીકરાઓ બાપાને ધર્મની આરાધના કરાવે છે. મા-બાપની ભક્તિ કરે છે. એનાથી વિપરીત વર્તનારા દીકરાઓ માટે ઘણીવાર બોલાતું હોય છે કે આના કરતા તો પેટે પથ્થર પાક્યો હોત તો સારું કપડા ધોવા તો કામ લાગત. આવું આર્તધ્યાન કરવાથી ફરી પાછા કર્મબંધ થશે. સારું મળે તો પણ ઠીક અને ખરાબ મળે તો પણ ઠીક. ગમે તેવા પાત્ર અને પરિસ્થિતિના સંયોગથી સંસારમાં દુઃખી ન બનો.
એકવાર આત્માની ચિંતા કરવા જેવી છે. ચોખ્ખા કપડા ન બગડે એની ચિંતા કરનારા પોતાના શુદ્ધ આત્માને બગડવા દે ખરા? કપડાની ચિંતા કરી, બૂટ-ચશ્માની ચિંતા કરી હવે એકવાર પોતાના શુદ્ધ સ્વરૂપની કાળજી કરવા જેવી છે. ચિંતામાંથી ચિંતન પ્રગટશે અને એ ચિંતનમાંથી ચિરંતન સુખ પ્રગટશે. મોહમાયારૂપી કચરામાં બેસતા પહેલા રૂમાલ પાથરીને બેસજો . ખાવામાં પણ તું મોહ ન કર. લબકારા મારતી ફણીધરના ફેણ જેવી જીભ જેવી બહાર નીકળે એટલે બધું સાફ. હાથ બગડશે માટે કોલસાથી દૂર રહેતા હે જીવ! આત્મા ન બગડે માટે કમરજથી દૂર રહેજો. હે જીવ! કર્મરજથી બચવા કષાયોથી દૂર જા. કોઈ તારું નથી, તું કોઈનો નથી. આવી રટણાથી જીવ કષાયો કરતા અટકશે. મોહના મંત્રથી જયારે મુક્ત થશે ત્યારે જ ખરેખર કામ થશે. શ્રેણિક રાજા કહે છે, મુનિરાજ ચાલો આપણે ઘેર. મુનિ કહે છે, તમે મારા નાથ બનશો. અનાથી મુનિ અને શ્રેણિક રાજા વચ્ચેનો સંવાદ ખૂબ સુંદર છે. અનાથી મુનિ કહે છે, રોગ આવશે ત્યારે તમે મારી પીડા લઈ લેશો? રાજા કહે છે, પીડા તો નહીં લઉં પણ દવા જરૂર કરાવીશ. ફરી મુનિ કહે છે, મોત આવશે ત્યારે મને બચાવશો? રાજા કહે છે, મૃત્યુમાંથી કોઈને બચાવી શકાય નહીં. આમાંથી તો મને પણ કોઈ બચાવી ન શકે. ત્યારે મુનિ કહે છે, મૃત્યુ સામે તો તમે પોતે પણ અનાથ તો એક અનાથ બીજાનો સાથ કેવી રીતે બની શકે?
એક સંત ફકીરને ભૂખ લાગી. સંત ભિક્ષા લેવા ગયા. સંતે પોતાની
= • ૧૩૦ •