________________
| હું કોઈતો નથી, કોઈકે મારું નથી....!
રાજા શ્રેણિક જંગલમાં ફરવા નીકળ્યા છે. જંગલમાં એક વૃક્ષ નીચે રૂપનો ટુકડો બેઠો છે. રાજાની નજર એ રૂપવાન મુનિવર ઉપર જાય છે. આટલી સુંદર દેહાકૃતિ જોઈને રાજા એ મુનિ પાસે જાય છે અને પૂછે છેરૂપવાન દેહનું મમત્વ છોડીને સાધુપણું શા માટે સ્વીકાર્યું? શું તકલીફ થઈ તે તમે સંસાર છોડીને ચાલી નીકળ્યા છો. જો તમે અનાથ હો તો હું તમારો નાથ બનવા તૈયાર છું. કોઈ સાચવનાર ન હોય તો હું સાચવવા તૈયાર છું તમારો નાથ બનવા તૈયાર છું. મુનિ રાજાની વાતો સાંભળીને કહે છે - રાજા તમારી વાત સાચી છે. હું અનાથ હતો માટે જ દીક્ષા લીધી. રાજા કહે છે તમે મારા ઘરે ચાલો. અત્યંત રૂપવતી કન્યાને તમારી સાથે પરણાવીશ. તમારી સાથે મારો સમય પણ આનંદથી પસાર થશે. કોઈના પ્રવચન, વચન અને વ્યવહાર જેમ આકર્ષક હોય છે તેમ વ્યક્તિ પોતે પણ સામા વ્યક્તિ માટે આકર્ષક બની શકે છે. કોઈને જોઈ અંતરમાં પ્રેમ ઉભરાય તો સમજજો કે તમારો કોઈ પૂર્વનો ઋણાનુબંધ છે. શુભનો ઋણાનુબંધ હોય તો લાગણી ઉછળે. લાગણી ઉછળે તે સારું પણ લાકડી ઉછળે તે સારું નહીં. સહુ જીવો સાથે શુભ ઋણાનુબંધ બાંધો. દરેક જીવો માટે સાધક બનીએ પણ કોઈને આપણે બાધક ન બનીએ એ ખ્યાલ રાખવું જરૂરી છે. કોઈ જીવ સાથે અશુભ ઋણાનુબંધ ન બાંધો. શુભ ઋણાનુબંધથી ભવાંતરમાં પણ લાભ થશે.
દહાણુ ગામમાં એક ઘોડાને એનો માલિક રોજ એક રસ્તેથી ફરવા લઈ જાય. કયારેક ભૂલથી જો બીજી ગલીમાંથી એને લઈ જાય તો એ ગલીમાં રહેલા એક ઘોડાને જોઈને એ ધમાલ મચાવે. ઘોડાની અંદર પણ અશુભ ઋણાનુબંધ જાગે છે. જ્ઞાની ભગવંત કહે છે અશુભ ઋણાનુબંધ ભયંકર છે. જીવને વારંવાર સમજાવે છે કે તું બાંધે તો શુભ ઋણાનુબંધ જ બાંધ. આજે જેટલા સગા-સ્વજનો મળ્યા છે તે પૂર્વના ઋણાનુબંધથી જ ભેગા થાય છે. એક છોકરાએ પોતાના પપ્પાને પૂછ્યું કે પપ્પા મને સમજ નથી પડતી કે આપણે કેવી રીતે ભેગા થયા. તમે કહો છો હું મદ્રાસમાં જનમ્યો, મમ્મી કહે છે મારો જન્મ કલકત્તામાં અને હું તો જનમ્યો મુંબઈમાં તો પછી આપણે બધા ભેગા શી રીતે થયા?
ઋણાનુબંધથી આ જગતમાં કોઈક જીવો સાથી-સંગાથી બની જોડાઈ
૧૩૬ ,