________________
કહેલું કે આપણે કોઈને વખતસર આપીએ તો આપણને પણ વખતસર મળે. એને મેં જલ્દી ૧૦ પૈસા આપ્યા તેથી તે જલ્દી બીજા પાસે પહોંચી શકશે તે વખતસર પોતાનું પેટ ભરી શકશે.” આજે કોઈને ઠારશું તો આવતીકાલે આપણું ઠારશે. આપવું જ હોય તો એક સેકંડનો પણ વિલંબ ન કરાય જેની નજર ભવિષ્ય સુધી દોડે છે એવા જીવો પુણ્યાર્થીની કક્ષામાં આવે. આવા જીવોને પુણ્યતત્ત્વ ઉપર ભરોસો હોય.
વાલકેશ્વર ચંદનબાળામાં જયંતિલાલભાઈએ ૪૦ લાખ રૂ. સાધર્મિકમાં આપ્યા. બીજે જ દિવસે એ ઉપાશ્રયમાં બેઠા હતા ત્યાં પાંજરાપોળના ટ્રસ્ટીઓ આવ્યા. ૧ ઢોરનો રોજનો નિભાવખર્ચ રૂ. ૧૦ આવે છે. બાજુમાં જ જયંતીભાઈ બેઠા હતા તરત જ કહે ૨૫OOO|--રૂપ લખી હમણાં જ રસીદ ફાડો. એટલે ટ્રસ્ટીઓ વિચારમાં પડી ગયા કહે કે, પ્રવચન પૂર્ણ થયા પછી લખીએ તો?” કેમ રસીદબુક નથી લાવ્યા?” લાવ્યા છીએ. તો પછી તમને શું વાંધો છે? ઘણી રકઝક ચાલી અંતે જયંતિભાઈએ તુરંત રસીદ ફડાવી. વ્યાખ્યાન બાદ ટ્રસ્ટીઓ જયંતિભાઈને પ્રશ્ન પૂછે છે કે રસીદ તરત જ ફડાવવાનું કારણ શું? રસીદ તો પછીથી પણ ફાડી શકાત. જયંતિભાઈએ આપેલ જવાબ પણ સાંભળવા જેવો હતો. એ કહે આપણી પાસે પુણ્યોદયે આવેલા પૈસા વહેલી તકે દાનમાં આપી દઈએ તેટલું પરલોકનું પુણ્ય વહેલું બંધાય એટલે વ્યાખ્યાન પછી આપવા જેવો વિલંબ ન કરાય.
પરલોકમાં સુખ મળે તેની ચિંતા કે આ લોકમાં જ મળે તેની ચિંતા? પુણ્યાર્થી આત્માઓ અનંતીવાર ચારિત્ર પણ સ્વીકારી શકે. તમને વર્ષોથી ખુરશી લેવાની ઈચ્છા હોય પણ પૈસાની સગવડ ન હોય અને ભાગ્યોદયે તમારી પાસે પૈસાની સગવડ થઈ અને ખુરશી લેવા ઘરની બહાર નીકળો અને એ જ સમયે પાંજરાપોળવાળા ટીપ માંગવા આવે તો તમારો નંબર કયાં લગાડો? આ લોકમાં ખુરશીની વ્યવસ્થા કે પરલોક માટેનું ભાથું પાંજરાપોળના ઢોરો માટેની પૈસા ભરાવેલી રસીદ?
વિમલમંત્રી અને શ્રી દેવીનું લગ્નજીવન ખૂબ સુખી હતું. પણ શ્રીદેવીને એક વાતનું દુ:ખ હતું. એને ઘેર પારણું નહોતું બંધાયું. એકપણ સંતાન નહોતું. શ્રીદેવી રોજ રડે. એકવાર એણે પતિને કહ્યું, ગમે તે કરો પણ મને સંતાન અપાવો. એ હવે આપણા હાથની વાત નથી. ભગવાન ઉપર ભરોસો રાખ. તમે તપ કરો. દેવ-દેવીને પ્રસન્ન કરી વરદાન મેળવો