________________
કે મહાવીરની વફાદારી? મહાવીરની વફાદારી હોય તેના રાગદ્વેષ નબળા પડે. મોહને હરાવવા માટેના તીક્ષ્યમાં તીક્ષ્ણ હથિયાર હોય તો આ છે : હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. એનાથી જુદુ છે તે મારું નથી.
મોહનીય કર્મ આ જીવને પોતાની ઓળખાણ કરવા દેતો નથી. “હું કોણ છું' ની સમજ ઉપર જ બાકીના બધા વ્યવહારો અમલી બને છે. સાચી ઓળખાણ નથી. ગલતીના કારણે દોડતા જઈએ છીએ. તમને કોઈ પ હજારની સાડી આપે તો લેશો? ના પાડી દેશો. કારણ? એની પાછળનું પ્રયોજન છે “હું પુરુષ છું' પુરુષ નામે ઓળખાણ. તમારી પાસે તો કુટુંબ અને સમાજે આપેલી ઓળખાણ છે પણ તમને તમારી પોતાની ઓળખાણ નથી. અને એથી જ આધ્યાત્મિક જગતમાં પ્રવેશ થતો નથી.
આત્માની ઓળખ ત્રણ તબક્કામાં કહેલી છે : (૧) સુખાર્થી (૨) પુણ્યાર્થી (૩) આત્માર્થી.
જેની નજર સામે માત્ર આ લોકના જ સુખો છે. જીવનમાં શરીર અને મનને કેન્દ્રમાં રાખીને જીવે. આ લોકના સુખમાં જ રાચે. કદાચ આવા આત્માઓ યાત્રા કરવા જાય તો પણ ચાર જણને પૂછે ત્યાં રહેવાની સગવડો કેવી છે, ધર્મશાળા તો સારી છે ને? ત્યાં ભોજનશાળા તો બરોબર છે ને? અનંતજ્ઞાનીઓ કહે છે કે સુખને છોડવાની હિંમત કેળવ્યા વિના ધર્મમાં પ્રવેશ કરવો મુશ્કેલ છે. કોઈપણ આરાધના, તપશ્ચર્યા, યાત્રા આદિ બધામાં શરીરસુખને કેન્દ્રમાં રાખીને જ જીવતા હોય છે. આવા આત્માઓને પોતાની ઓળખ કયારેય થતી નથી. આવા જીવો સુખાર્થીની કક્ષામાં આવે.
જેની નજર સામે પરલોકના સુખો છે એવા આત્માઓ પુણ્યાર્થી છે. આ લોકની સલામતિની ચિંતા કરે તે સુખાર્થી જયારે પરલોક માટે સુખસલામતિની ચિંતા કરે તે પુણ્યાર્થી, પુણ્યાર્થી સુખને ગમે ત્યારે ગૌણ કરવા તૈયાર થઈ જાય છે.
બોરડીમાં ઉપાશ્રયની સામે એક મુસલમાન હજામની દુકાન હતી. રોજ પ્રવચન સાંભળવા જાય અને પછી જ દુકાન ખોલે. એકવાર જૈનનો છોકરો ત્યાં વાળ કપાવવા ગયો. વાળ કાપતો હતો ત્યાં એક ભિખારી આવ્યો એટલે હજામ વાળ કાપવાનું છોડીને ગલ્લામાંથી પૈસા કાઢી ભિખારીને આપ્યા. આ જોઈને એ છોકરો બોલ્યો “મારા વાળ કાપવાનું છોડીને એ ભિખારીને પૈસા આપવા કેમ દોડ્યા.' એટલે એ મુસ્લીમ હજામે એ છોકરાને કહ્યું, “તમારા ગુરુના પ્રવચન સાંભળવા જાઉં છું. તેમાં એમણે
= • ૧૩૩ • =