________________
શેઠ ઉભા થયા. નોકર વિચારે છે કે હમણાં ધડાધડ પડવાની છે. શેઠ કહે છે મારી પાસે બેસી જા. જો આ ઝુમ્મર તૂટયું છે કયાંક કાચ વાગી જશે. તૂટવાવાળું તો તૂટી ગયું. આજે તારા હાથે તૂટું કાલે મારા હાથે તૂટી શકે છે. તૂટવાનો જ એનો સ્વભાવ છે. જો તૂટવાનું ન હોત તો કોઈનાથી ન તૂટે. ભાઈ, તને વાગ્યું તો નથી ને? નોકર તો હબક ખાઈ ગયો. વિચારે છે કે નાનાશેઠમાં ભગવાનનું રૂપ કયાંથી આવી ગયું. નોકર તો આભો જ બની ગયો. પ્રભુની વાણીનો પ્રભાવ છે. પ્રથમવાર ગુરુમુખે સાંભળીને અનુભવ કર્યો કે ગુસ્સો ન કરીએ તો પણ ચાલી શકે છે. જ્ઞાનીભગવંતો કહે છે તૂટનારું તૂટે, ફૂટનારું ફૂટે એમાં તું શાનો માથું ફૂટે. ચીજનું મમત્વ માણસને આવેશમાં આવે છે. હું અને મારું એ જ દુ:ખનું કારણ છે. અપમાન વખતે ક્રોધ જાગે તો જાણજો કે અહંકાર જાગ્યો છે. ક્રોધી હોય તો અભિમાની હોય જ એવું નથી.
એક સાધુ બિમાર હોય તેની સેવામાં બે સાધુ રહેવા તૈયાર હોય. એક ક્રોધી હોય અને બીજો અભિમાની તો જ્ઞાનીઓ કહે છે કે ક્રોધીને રાખવા, અભિમાનીને નહીં. ક્રોધી કદાચ એક ક્ષણે ક્રોધ કરશે તો બીજી ક્ષણે તે નમી જશે. પણ અભિમાનીને તો વાતવાતમાં ખોટું લાગશે અને એનો ગુસ્સો જલ્દી નહીં ઉતરે અને બિમાર સાધુને અહંકારીના વચનોથી શાતાને બદલે અશાતા પણ થઈ જાય. રોગીષ્ટને નભાવવો સહેલો પણ ગર્વિષ્ઠને નભાવવો મુશ્કેલ છે. આધ્યાત્મિક દુનિયાનો રાજરોગ અભિમાન છે. જે જીવલેણ છે. અરિહંતને પ્રાપ્ત કરવા અભિમાનન્ય બનવું પડે.
A sp92
માત્ર ૧૫ દિવસ ઘરબહાર રહેનારો માણસ અકળાઈ જાય છે પણ વરસોના વરસ સુધી લાગણીતંત્રને ફ્રીજમાં મૂકીને જીવ્યા બદલ કોઈ અકળામણ થાય છે ખરી?
=
• ૧૩૧ •
=
=