________________
સ્વપ્રશંસા ન સાંભળવી એવું પચ્ચક્ખાણ લેનાર તો કોઈ વિરલ જ હોય છે. કેટલાય માણસો એવા હોય છે કે કોઈને પણ ખબર ન પડે એ રીતે કેટલાય શુભ કાર્યો કરતા રહે છે. આજે નક્કી કરો કે અહંકાર અને મમકારના તોફાનો મારા જીવનમાંથી ઓછા કરવા કોશિષ કરીશ.
નમો અરિહંતાણં આદિ પાંચેય પદોમાં પ્રથમ શબ્દ ‘નમો’ છે. રોજ નવકારનું જાપ કરનારમાં નમ્રતા ન આવે તો એ જાપ કેટલો સફળ થયો? ધર્મનું મૂળ નમ્રતા છે, વંદના છે. દીવો લઈને કૂવે પડો તે ન ચાલે. વાલકેશ્વરમાં એક છોકરો વ્યાખ્યાનમાં આવ્યો. એને પૈસાનો બહુ ગર્વ હતો. ગર્વના પણ અનેક પ્રકારો છે. પંડિત વીરવિજયજી ગામમાં હતા. વ્યાખ્યાન ચાલતા હતા. ઠાકરાજીભાઈ ત્યાંના આગેવાન. વ્યાખ્યાન કરતા આગળ બેઠેલાઓને સંબોધીને અમો ઘણું બધુ કહેતા હોઈએ છીએ એમ મહારાજજી પણ વ્યાખ્યાનમાં થોડી થોડી વારે ઠાકરાજીભાઈનું નામ લે. વ્યાખ્યાન પૂર્ણ થયું પણ ઠાકરાજીના મુખ પર કોઈ ભાવ ન હતો. મૂડ વગરનું મોઢું લાગતું હતું. આગળ બેઠેલાઓનો મૂડ ન હોય તો વ્યાખ્યાનની જમાવટ પણ ન જામે. મહારાજજીએ ગામના એક માણસને પૂછ્યું કે નગરશેઠનો મૂડ કેમ ઠીક નથી? પેલા ભાઈ કહે મ. સા. તમે એમને ઠાકરાજી કહો તો ખુશ ન થાય પણ નરઘાજીભાઈ કહો તો ખુશ થશે. બીજે દિવસે મ.સા. એ નરધાજીભાઈ કહીને વાતની રજૂઆત કરી તો શેઠ ફૂલીને ફાળકો થઈ ગયા.
સંસારમાં કેટલાક કાળીના એક્કા જેવા જીવો હોય, કેટલાક ચોકડીના એક્કા જેવા, કેટલાક ફૂલીના એક્કા જેવા તો કેટલાક લાલના એક્કા જેવા જીવો હોય!
આપણા કર્મો જ ભયંકર છે. કોઈ અપેક્ષા રખાય જ નહીં. પેલો વાકલેશ્વરનો છોકરો કરોડપતિનો શેઠનો દીકરો હતો. લાડકો હતો. ઘરમાં બધા નાનાશેઠ તરીકે જ બોલાવે. એ સ્વભાવે ક્રોધી અને ગર્વિષ્ઠ. બધા નોકરો પણ એનાથી ગભરાય. આ છોકરો પ્રવચન સાંભળીને ઘરે ગયો. દિવાનખંડમાં સોફા ઉપર બેઠો છે. એ સમયે એક નોકરના હાથમાંથી ઝુમ્મર નીચે પડતા તૂટી ગયું. સામે જ બેઠેલા નાનાશેઠને જોઈ નોકર તો ધ્રુજવા લાગ્યો અને થયુ કે મોટો શેઠ તો હજી માફી આપી દે પણ આ શેઠ? તરત જ નોકર નાના શેઠના પગે પડ્યો શેઠજી માફ કરો. નાનાશેઠનો ક્રોધ જબરદસ્ત. ઘણીવાર ચા કરતા કીટલી વધારે ગરમ હોય છે. નોકરને એમ કે નાનાશેઠ હમણાં જ સોટી લેશે ને મારો બરડો ભાંગી નાખશે. ત્યાં તો
-
૧૩૦ •