________________
પણ કંઈક કરો. એટલે વિમલ મંત્રીએ દેવીને પ્રસન્ન કરવા તપ ચાલુ કર્યું. દેવી પ્રસન્ન થયા ને વરદાન માંગવા કહ્યું. અમારી પાસે બધી જ સમૃદ્ધિ છે પણ સંતાન સુખ જોઈએ છે. દેવી અવધિના ઉપયોગથી જોઈને કહે છે કે તમે અઠ્ઠમ કરી મને પ્રસન્ન કર્યા છે હું તમને બે વિકલ્પ આપું છું એમાંથી પસંદ પડે તે કહેજો. પહેલું છે આરસ જે દેરાસર બંધાવવા કામ લાગે ને બીજું છે વારસ જે વંશને ચલાવવા કામ લાગે. વિમલમંત્રી કહે ઉભા રહો હું મારી પત્નિને પૂછી આવું. ગયો પત્નિ પાસે ને વાત કરી નિર્ણય જણાવવા કહ્યું. શ્રીદેવીએ કહ્યું, આટલા વરસ સાથે રહ્યા તો પણ મને ન ઓળખી? દેરાસર બંધાવીએ તો હજારો-લાખો આત્માઓ દર્શન કરી સમ્યકત્વને પામે તો તમે આરસ જ માગો. આરસના ભોગે વારસ નથી જોઈતો. આજે એ ભવ્ય દેરાસરો ઉભા છે.
વિમલમંત્રી પાસે બે વિકલ્પ હતા. આરસ કાં વારસ. પસંદગી એણે આરસ પર ઉતારી. વિલ્પની પસંદગી એ જ ખરું તત્ત્વ છે. હૈયે પત્થર રાખી પરલોકનો વિચાર કરી શકે તે આત્માઓ જ પુણ્યાર્થી છે.
સંપત્તિ – એ એક એવું માધ્યમ છે કે જે ભય અને સંકલેશનું કારણ બની શકે છે. તો એ જ સંપત્તિ દ્વારા અભય અને સમાધિનું પણ કારણ બનાવી શકાય છે? સંપત્તિનો સદુપયોગ થતો રહે એ જરૂરી છે.. સંપત્તિ કલેશકારક, દુઃખદાયક કે દુર્ગતિદાયક ન બને એટલું સંભાળજો.
= • ૧૩૫ •