________________
છે ત્યાં જ મોકાણ છે. અધ્યાત્મિક જગતમાં જીવને જતા આ ચીજો અટકાવી દે છે. છેક ઉપર ચડેલાને પણ નીચે પટકી દેવાનું કામ આ અહંકાર અને મમકાર કરે છે. આ એક અહંકારને પોષવા જીવ કેવાકેવા પાપો આચરી નાંખે છે. અહંકાર અને મમકાર ઉપર આપણો કાબૂ, તો સંસાર આપણા કાબૂમાં, સંસાર વધારી દેવાનું જ કામ કરે છે. નાનકડો અહંકાર પણ પછાડી આપે છે. ભદ્રબાહુસ્વામી ભગવંત પાસે સાધ્વીજીઓ વંદન કરી પૂછે છે અમારા ભાઈ મહારાજ કયાં છે? સામેની ગુફામાં છે. બહેન સાધ્વીજીઓ વંદન કરવા ગયા ત્યાં ગુફામાં ભાઈની જગ્યાએ એક સિંહને બેઠેલો જોયો. સાધ્વીજીઓ ગભરાઈને પાછા આવ્યા. ગુરુદેવ! ગુફામાં ભાઈ મહારાજ તો નથી, ત્યાં વિકરાળ સિંહ બેઠો છે. ગુરુદેવ સમજી ગયા. હવે જાઓ તમારા ભાઈ ત્યાં જ છે. બેનોએ જઈને વંદન કર્યાં. સ્થૂલિભદ્રજીએ જ્ઞાનનો કરેલ આ નાનકડો પણ અહંકાર પણ તેનું પરિણામ શું આવ્યું? પૂર્વેનું જ્ઞાન મેળવ્યું પણ અર્થનું જ્ઞાન મેળવી શક્યા નહીં. જ્ઞાનાભ્યાસથી વંચિત રહી ગયા. ગુરુ પાસે જઈને ખૂબ રડે છે. ક્ષમા માંગે છે. ગુરુદેવ કહે છે સ્ફુલિભદ્ર તને જ્ઞાનનું અજીર્ણ થયું તેથી હવે તારા માટે જ્ઞાન કામનું નથી. સૂત્ર અર્થથી ૧૪ પૂર્વ ભણી ન શક્યા. જ્ઞાની ભગવંતો કહે છે સહેજ પણ અહંકાર આવે તો આપણે અધૂરા. પરમાત્માનું શાસન મળ્યા પછી અહંકાર થાય તો? ૮૪ ચોવિસી સુધી જેમનું નામ રહેવાનું એ પણ હારી ગયા. કામસંજ્ઞા કરતાં પણ અપેક્ષાએ માનસંજ્ઞાને જીતવી મુશ્કેલ છે. લાખ રૂ।.નું દાન કરવું સહેલું પણ આગળ બેસવા ન મળે તો? માનસંજ્ઞા પર વિજય મેળવનાર મહાન છે. કયારે પણ માનની અપેક્ષા રાખવી નહીં. આપણી સંસ્કૃતિમાં કામ થયું દેખાય પણ કોણે કર્યું એ ન દેખાય. જમણા હાથની વાત ડાબા હાથને ખબર ન પડે. પાંચ-પચ્ચીસનું દાન કર્યા પછી તકતી પર નામ આવશે કે નહિ? તપ-જપ-દાન આરાધના કર્યા પછી અહંકાર અને મમકાર તૂટશે તો આપણી ગાડી મુક્તિ તરફ સડસડાટ દોડશે. જ્ઞાનીઓના વચન યાદ રાખશો. સારા કાર્યો કર્યા પછી ગર્વ ન આવે એટલું તો ધ્યાન રાખજો. લેણા કરતા દેણું વધી ન જાય તેની તકેદારી રાખવી. હું અને મારું પછી આવે તારું અને એમાંથી ધીમે ધીમે થાય ન્યારું. એટલે જીંદગીમાં થાય અજવાળું. આ વાત સમજાય તો ખૂલે મુક્તિનું બારું, પ્રવચન થાય પ્યારું. ભવ આખો થઈ જાય
સારું.
દુનિયામાં પેટની ભૂખ તો પૂરી કરી શકાય છે પણ પ્રશંસાની ભૂખ પૂરાતી નથી. ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમના પચ્ચક્ખાણ લેનારા ઘણા, પણ
• ૧૨૯ •