________________
ગોચરી કપડા બધું આપીએ છીએ માટે અમારી વાત તો તમારે સાંભળવી જ પડશે. નગરશેઠની વાત સાંભળી આનંદધનજી કહે તેરા સબકુછ લે લે મુજે કુછ નહીં ચાહીએ આશા ઔરન કી કયા કીજે... અવધુ જ્ઞાન સુધારસ પીજે.. બોલતા આનંદધનજી નીકળી ગયા. જયાં પણ વળતરની અપેક્ષા હશે ત્યાં નડતર તો થશે જ. અપેક્ષા જાગશે તો અહંકાર આવશે. એનાથી ક્રોધ પણ થઈ જાય. આજે ક્રોધ થઈ ગયા પછી સમાધાન નથી થતું એનું મૂળ કારણ છે આપણો અહંકાર. આ અવસર્પિણી કાળમાં સૌ પ્રથમ લડાઈ બે ભાઈઓ વચ્ચે થઈ એનું કારણ (ભરત અને બાહુબલી) શું? અહંકાર જ ને!
અમદાવાદમાં એક ભાઈ મહારાજ સાહેબ ગોચરી વહોરવા નીકળે ત્યારે રસ્તામાં અચૂક મળે. મહારાજ સાહેબ પૂછે છે હું સવારના ગોચરીએ નીકળું ને તમો અહીંયા રોજ મળો છો. નેમચંદભાઈ પાસે આવો છો કે શું? જવાબ સાંભળી મહારાજ પણ આનંદિત થયા. મહારાજ એ મારા મોટાભાઈ છે. હું દરરોજ પૂજા કરીને ભાઈને પગે લાગવા જાઉં છું. મોટા ભાઈને પગે લાગવાનું કારણ? એક પ્રવચનમાં સાંભળેલું કે મોટા ભાઈ પિતા સમાન છે. પિતાજી નથી એટલે પ્રથમ એમની પાસે જાઉં છું. પાણી પણ ત્યાં સુધી મોઢામાં નથી નાખતો.
એક પ્રણામના સંબંધથી કેટલી હોનારતો ટળે? પ્રણામથી સંસારમાં પણ સ્વર્ગનું સર્જન શક્ય છે.
કામાંધને અંત સમયે પશ્ચાતાપના અગ્નિમાં પાવન બનાવવો સહેલો છે પણ લોભાંધને અંત સમયે પણ પશ્ચાતાપથી યુક્ત બનાવવો બહુ મુશ્કેલ છે.
=
• ૧૨૩ •
-