________________
કટાસણા પર નહીં તેની જગ્યા પર મમત્વ ભાવ હોય છે. માલિક ન હોય છતાં માલિક બની બેસે. માત્ર બે ઘડી માટે પણ મમત્વભાવથી વાસિત બની જાય.
એક જણ કટાસણું પાથરીને ગયો ને બીજો આવીને ધડ દઈને કટાસણું બહાર ફેંકયું. કોઈએ એમ કરવાનું કારણ પૂછ્યું તો કહે - એક વરસથી હું વાટ જોતો હતો. ગયા વર્ષે એણે મારું કટાસણું આમ જ ફેંક્યું હતું. જે પાપોથી પાછા હટવાની ક્રિયા તેમાંય પણ આ વૃત્તિ રમતી હોય.
ગાડીની લાંબી મુસાફરીમાં એક જણ પોતાની જગ્યા પર રૂમાલ પાથરી કહે - આ જગ્યા મારી છે. રૂમાલ પાથરી બાથરૂમમાં ગયો. પાછો આવીને જુએ છે તો ત્યાં બીજો માણસ બેઠો છે. એટલે એણે પેલા ભાઈને કહ્યું – આ જગ્યા મારી છે. હું રૂમાલ પાથરી ગયો હતો. એટલે પેલા ભાઈ કહેવા લાગ્યા કે કાલે તો તમે વડાપ્રધાનની ખુરશી પર રૂમાલ પાથરી આવશો તેથી કાંઈ ખુરશી તમારી થઈ જાય?
યશોવિજયજી મહારાજ કહે છે. આ ત્રણ ભાવોથી મુક્ત થાય તો હજી સ્થિરતા આવવાની શક્યતા છે. ત્રણમાંથી ખતરનાક છે મમત્વભાવ. કોઈનો સારો બંગલો જોઈ બસ મારે પણ આવો જ હોય. તમારા ન ગણાતા પદાર્થ પર માલિકીભાવ પણ નથી છતાં મમત્વ શા માટે? કોઈના સારા કપડા જોઈ મમત્વ જાગે કે તરત જ વિચારો કે મારા કપડા પણ વગર રાગે પહેરવાના છે તો પછી મમત્વ લાવી દુર્ગતિનું કારણ શું કામ ઉભું કરું? અનંત જીવરાશિમાંથી એક જીવને જ ધર્મની સાચી ઋચી હોય બાકી વેઠ ઉતારે
આવા ભાવમાંથી મુક્તિ લાવીએ ત્યારે જ સ્થિરતાની શક્યતા વધશે....
પૈસાથી ધનવાન બની શકાય પણ આત્મ શ્રીમંત બનવા માટે
હૃદયને ઉદાત્ત અને ઉમદા જ બનાવવું પડે છે.