________________
કરે છે. મન પર ભલે કંટ્રોલ ન રહે પણ કાયા અને વચન પર કંટ્રોલ લાવો.
યશોવિજયજી મહારાજ જણાવે છે કે અસ્થિરતાના ચાલક બળ ત્રણ છે : પ્રભુત્વ, સ્વામિત્વ અને મમત્વ..
પ્રભુત્વ એટલે સત્તા જમાવવાની જ વૃત્તિ. આ વૃત્તિ કયાંય સ્થિર થવા ન દે. ઉકાળેલા પાણીમાં જેમ કપડું ઊંચનીચું થાય તેમ આવા આત્માઓ સતત ઊંચાનીચા થયા કરે. પ્રભુત્વ જમાવવાની વૃત્તિ બહુ ભયંકર છે. આ બળ સતત ટેન્શનમાં રાખ્યા કરે, સ્કૂલ હોય કે કોલેજ, પંચાયત હોય કે મંડળી, રાજકારણ હોય કે ધાર્મિક સંસ્થાઓ હોય દરેક જગ્યાએ “નંબર વન' માટેની સતત ખેવના રાખતા હોય છે. આમાં અહં પુષ્ટ થયા કરે વળી કયાંક નોંધ ઓછી લેવાઈ, પાછળ લેવાઈ તો તરત એકશનની રિએકશનની વિચારણા આવી જાય. સતત પોતાની મારકેટ વેલ્યુ આંકવામાં જ સમય પસાર કરી દે.... “એ તો એ વખતે હું હાજર હતો એટલે સ્વામિવાત્સલ્યનું આટલું સરસ ગોઠવાઈ ગયું નહિ તો ખબર પડત...” “આ તો હું વચ્ચે હતો એટલે બિલ્ડર સાથે ઉપાશ્રયનો સોદો થઈ ગયો નહિતર હજીય મેળ ન પડત...' કેન્દ્રમાં પોતાની જાતને રાખીને રાચતા હોય તેથી અન્યના સુકૃતો અને સુવાસ પચાવી ન શકે...ચિત્તતંત્રમાં સતત અસ્થિરતા. હું એક સર્વજ્ઞ છું ને વળી બીજો સર્વજ્ઞા કયાંથી? ઈન્દ્રભૂતિ પણ પ્રભુત્વની ભાવનામાં જ રાચતા હતા. જયાં આ વૃત્તિ હોય ત્યાં સુધી સ્થિરતા નથી આવતી. જ્ઞાનની રમણતા પણ નથી જામતી. વર્ષોના પર્યાય સાથે પરિણત ન બનીએ તો શા કામનું?
એક સંયુક્ત કુટુંબમાં પ્રેરણાદાયી ઘટના બની. બધા ભાઈઓએ બહાર ફરવાનો કાર્યક્રમ બનાવ્યો. દરેકે પોતાની પત્નીઓને વાત કરી. બધી પત્નીઓએ ફરવા જવાની ના પાડી. કારણ પૂછતા જણાવ્યું કે બા ની બહારગામ જવાની પ્રતિજ્ઞા છે. જો બા ન આવતા હોય તો તે સ્થળે અમારે પણ જવું નથી. પત્નીઓ એમના પતિઓને કહે છે. તમે લગ્ન ભલે અમારી જોડે કર્યા છે પણ બા પ્રત્યે પણ અમારી ફરજ છે. જયાં સુધી આ ધરતી પર બા નો શ્વાસ છે ત્યાં સુધી તેમને છોડીને અમે ક્યાંય નહીં જઈએ... અહીં વાત છે પ્રભુત્વ છોડવાની પોતાની સાસુમાં માતાનું સ્વરૂપ દેખાયું છે. | સ્વામિત્વભાવ એટલે માલિકીભાવ, પ્રભુત્વમાં પોતાનું વર્ચસ્વ જમાવવાની ભાવના હોય જયારે સ્વામિત્વમાં વસ્તુ-પદાર્થ કે વ્યક્તિમાં માલિકીભાવ જમાવવાની વૃત્તિ રમતી હોય. નમિરાજા દીક્ષા લઈ મિથિલાનગરી છોડીને જાય છે. ત્યાં મિથિલામાં આગ લાગે છે ઇંદ્રરાજા
૧૧૪ • :