________________
સમક્તિ વિશે કહે છે “સંસારે તનુ મોક્ષે ચિત્ત.” શરીર સંસારમાં મન મોક્ષમાં વ્યાખ્યાનમાં બેસીએ છીએ એમ નહી પણ વ્યાખ્યાન તમારા હૈયામાં બેસવું જોઈએ. પ્રવચનનો એક અક્ષર પણ હૈયામાં બેસી જાય તો બેડો પાર થઈ જાય. શ્રાવક સંસારમાં કાયપાત્તિ હોય ચિત્તપત્તિ ન હોય, કાયા સંસારમાં હોય પણ મન તો અળગું જ હોય. આધ્યાત્મિક દુનિયામાં પરિસ્થિતિ કરતા મનઃસ્થિતિ પર કર્મબંધનનો આધાર વધારે છે. ક્રિયાએ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ છે. જૈનદર્શનમાં બે વ્યક્તિની ક્રિયા એકસરખી છતાં કર્મબંધ થવામાં ફરક છે. આપણા દેશમાં બહુરૂપિયાઓ આવતા હતા તે રૂપ બદલી બધાને મનોરંજન કરાવતા હતા. આજે મુંબઈમાં તમને સુંદર પણ સુંદર રોલ ભજવતા આવડે ને? એક જ દિવસે સિદ્ધચક્ર પૂજન, લગ્ન અને પ્રાર્થના હોય. વ્યક્તિ લગ્નમાં જાય તો મોઢા ઉપર ભરપુર આનંદમાં આવી જાય, ખુશાલી વ્યક્ત કરે. ત્યાંથી કો'કની પ્રાર્થનામાં જાય તો મોટું વલખું પાડી નાંખે. પ્રાર્થનામાં જઈ ખરખરો પણ કરી આવે. ગઈકાલ ભૂલી જાઓ પણ આવતીકાલ તો એવી હોવી જોઈએ. જેમાં ભગવાનની આજ્ઞાનો ભંગ ન થતો હોય. કપાળે કેસરનો ચાંદલો કરી માથે કોલસાની ભૂકી કયારેય ન લગાવતા. આરાધના ઓછી થાય તે ચલાવી લેવાય પણ ભગવાનની આજ્ઞાનું પાલન ન થાય તે ન ચાલે. ગઈકાલના પાપ ઉપર જયારે પશ્ચાતાપ જાગે ત્યારે જ આગળ વધારે. આચાર-વિચારની સંવાદિતા અવશ્ય હોવી જોઈએ.
દહાણુમાં એક છોકરો ચેતન કાંકરીયા એના પિતા મગનભાઈ સાથે પ્રવચનમાં આવ્યો હતો. પ્રવચન સાંભળીને ઘરે ગયા. એમના ઘરમાં રાત્રે ભોજનની પ્રથા ૮ થી ૯.૩૦ વચ્ચે સમૂહમાં ૮-૧૦ જણા જમે. જમવાનો સમય થયો ચેતન કહે બા જમવું નથી. મગનભાઈ કહે મને ભૂખ નથી. બે વ્યક્તિઓની રસોઈ બગડી. બીજે દિવસે કાકા-બાપા પ્રવચનમાં આવ્યા. રાતના ૮ જણાની રસોઈ બગડી. ઘરની સ્ત્રીઓ કહે છે બે દિવસથી કેમ કોઈ જમતા નથી. રાત્રિભોજન જેવું કોઈ પાપ નથી. જન્મ જૈન આપણે આવું વર્તન કરીએ એ શોભાસ્પદ નથી ત્યારે ચેતનની બા કહે છે મારા મનમાં પણ કેટલાય દિવસોથી રાત્રિભોજન બંધ કરવાની વિચારણા હતી પરંતુ પરિવારને અનુકૂળ થઈ રહેવું પડતું હતું. રસોઈ બગડે એની ચિંતા નહોતી પણ આત્મા બગડે એની ચિંતા હતી. આખું કુટુંબ આત્મહિતચિંતાથી રાત્રિભોજનનું ત્યાગી બન્યું. ચીજ માટે ચિત્તને નહિ બગાડતા. બાવળીયાના રક્ષણ માટે કલ્પવૃક્ષને ન ઉખેડાય. એક ધર્મિષ્ઠ શ્રાવક સંસારમાંથી વિદાય
= • ૧૦૦ •