________________
યોગી ભલે ન બનો પણ ઉપયોગી બનો....
ભેદ છે ત્યાં ખેદ છે અને ખેદ છે ત્યાં શાંતિનો છેદ છે.
સ્થિતપ્રજ્ઞ એ છે જેની પ્રજ્ઞા જય પરાજય કે લાભાલાભમાં સ્થિર રહે. - ચોથીમાં ફેઈલ થનાર ચોથીમાં રહે, ત્રીજીમાં ફેઈલ થનાર બીજીમાં
જતો નથી પણ મનુષ્યજન્મ પામી ફેઈલ થનાર ઠેઠ નીચે નરકનિગોદમાં પણ પહોચી જાય. કાયા બદલવી સહેલી છે પણ માયા બદલવી મુશ્કેલ છે. સ્થાન બદલવું સહેલું છે પણ ધ્યાન બદલવું મુશ્કેલ છે. જે ચીજ સમવસરણમાં ન મળે તે કયારેક ખાટલામાં સૂતા સૂતા મળે જો માનસિક અધ્યવસાય ઊચા હોય તો. (અવધિજ્ઞાન-આનંદ શ્રાવક) કિયાએ કર્મ, પરિણામે બંધ અને ઉપયોગે ધર્મ છે. યોગી કદાચ ન બનો તો પણ ઉપયોગી તો બનો. ગમે તેવા પાત્ર-પદાર્થ અને પરિસ્થિતિમાં જેનું મન ખિન્ન ન થાય. દીન ન થાય તેનું નામ યોગી. કર્મબંધનનો આધાર પરિસ્થિતિ નથી પણ મન:સ્થિતિ છે. ચીજની માવજત જરૂરી પણ મમત્વ બિનજરૂરી.
જિનશાસનના મર્મને ત્રીજા અષ્ટકથી સમજાવતા ઉપાધ્યાજી મહારાજ જણાવી રહ્યા છે. જેઓ મન-વચન-કાયાની સ્થિરતાના એકાંગીભાવને ધારણ કરી બેઠા છે તેઓ યોગીઓ હોય છે. સ્થિરતાને ધારણ કરનારા યોગીઓને રણ-અરણ્ય-ઉલ-મહેલ-શહેર-ગામમાં હોય તો પણ આનંદ આવે છે. જંગલ કે મહેલનો ભેદ નથી નડતો. ભેદનો ખ્યાલ આવે તો ખેદ થાય છે. ભેદ જેને દેખાય તેને ખેદ થાય છે ને ત્યાં શાંતિનો છેદ થાય છે. જેથી આપણામાં રહેલી ભેદદષ્ટિ દૂર કરવી જોઈએ.
ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞ યોગીઓની વાત કહી છે જેની પ્રજ્ઞા જયપરાજય કે લાભલાભમાં સ્થિર રહે, સમતોલ રહે, સ્થિતપ્રજ્ઞ યોગીઓને સમક્તિદષ્ટિ પણ કહી શકાય. જયાં નજરની અંદર ભેદ તો મોહરાજાના ઘરમાં ખેદ, જ્ઞાની ભગવાન કહે છે – કુણ કંચન, કુર્ણ દારા, શીતલ જિન
• ૧૦૫ -