________________
છો કેમ? હું મારા માલિકની આજ્ઞા પૂરી કરી શકતો નથી. મેં એવી કોઈ આજ્ઞા કરી નથી. હનુમાનજી કહે છે, આપે જણાવ્યું તારું મન પડે એ જગ્યા હું તને આપું પણ મેં તો કયારનુંય મન આપના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. તો હું મન પડે એવી વાતનો કેવી રીતે અમલ કરું? સમર્પણ છે ત્યાં શરત નથી. સોદો હોય ત્યાં શરત હોય છે. જ્યારે પણ ત્યારે ડાયવોર્સની વાત નહોતી. આર્યસંસ્કૃતિના વહેવારો અને મર્યાદાઓ પણ અલગ કક્ષાની હતી. આપણું મોટું પશ્ચિમ તરફ થયું છે ત્યારથી પૂર્વ તરફ જોવાનું ભૂલી ગયા છીએ. આજે મોર્ડન બનવામાં સંસ્કૃતિની કોર્ડન તૂટી રહી છે. આજના મોર્ડન જમાનામાં અરસપરસ મળો તોય પહેલા હાય અને હલ્લો સિવાય કશું નહિ પછી હાયહાય જ હોય ને તમારા જીવનમાં. પ્રણામ અને નમસ્કાર હોય
ત્યાં ચમત્કાર હોય. આજે માણસ માણસને મળતો નથી એની ઈમેજને મળે છે. મારું મન તો કયારથી આપના ચરણમાં મૂકી દીધું છે, આ હનુમાનજીની ભવ્ય વિચારધારા છે. મનને પરમતત્ત્વમાં સમર્પણ કરવા દ્વારા પણ મન કંટ્રોલમાં આવી શકે. રસ્તો ગમે તે હોય પણ જે લક્ષ છે ત્યાં પહોંચવું મહત્ત્વનું છે, પછી ગમે ત્યાંથી જાઓ. હિન્દુસ્તાનના સંન્યાસી અમેરિકા ગયા. જયાં ઉતરેલા એના બાજુના જ ઘરમાં એક બેન ગુજરી ગયા. સંત એના ઘરમાં જઈને ભાઈને આશ્વાસનરૂપ શબ્દોમાં કહેવા લાગ્યા, ભાઈ રડતા નહિ. પેલા ભાઈ કહે શું કામ રડું? કેમ આવું બોલો છો? મારી
આ છઠ્ઠી પત્નિ હતી. કેટલી પાછળ રડું? મન ભટકે છે તેથી દુઃખી થાય છે. સંસ્કૃતિના રિવાજ પણ બોધદાયી હતા. લગ્ન વખતે જે ચાંદલો કરાય છે તેનું રહસ્ય એ છે કે એક સિવાય બધાને આજથી મા-બેન તરીકે સ્વીકાર્યા- એવી ભાવનાનું આ ચાંદલો સન્માન છે. મન જેનું સ્થિર ત્યાં શાંતિ. મન જેનું અસ્થિર ત્યાં અશાંતિ. એક પ્રસિદ્ધ માણસ મૃત્યુ પામ્યા ત્યારે સગા સ્નેહીઓએ શોકસભા ગોઠવી. બધા એ ભાઈ વિશે બે-ત્રણ વાક્યો બોલવા લાગ્યા. આ આપણા શ્રેષ્ઠી ખૂબ જ ઉદાર હતા. ખાનદાનીનો મોભો જાળવી રાખ્યો હતો. ભગવાન એમના આત્માને શાંતિ આપે. ૨૫-૩૦ વ્યક્તિઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા છેવટે બધાનું જ વાક્ય સમાન. પ્રભુ, એમના આત્માને શાંતિ આપે! કોઈએ એમ ન કહ્યું કે ભગવાન એમની લાડી-વાડીગાડી કે ફલેટ આપે. અહીંય એ ભાઈ પાસે બધું જ હતું. ફક્ત શાંતિ નહીં હોય માટે બધાએ પ્રભુ આગળ એમના માટે શાંતિ માંગી. ખરું ને? શાંતિ હશે તો બધું જ છે. જયાં સુધી મન સ્થિર નહીં બને ત્યાં સુધી શાંતિ નહીં મળે. ઘરમાં કેટલા બધા સેટ છતાં રહેનારો અપસેટ. અમારી પાસે કોઈ સેટ ન હોવા છતાં પૂરા સેટ છીએ.
જેનું મન સ્થિર થયું તે પૂરો સુખી. મન સ્થિર ન થાય તો સાધુ પણ દુઃખી. સાધુની ખુમારી મસ્તી એની નિસ્પૃહતામાં છે.
=
• ૧૦૪ •