________________
પરમતત્વનો સાક્ષાત્કાર થાય. બહારનો ખજાનો મજાનો નથી. આવતા પહેલાય દુ:ખ, આવતી વખતેય દુઃખ અને જાય તોય દુઃખ, ધન માટે સવારબપોર-સાંજ ત્રણેય કાળ ચિંતા કરવાની? અહીં તો આત્માનો ખજાનો મળતા જ ચિત્તની પ્રસન્નતા, આવ્યા પછી પણ પ્રસન્નતા ને જવાની તો વાત જ નથી. સ્થિરતા થયા વગર દેખાશે નહિ.
- આકાશમાં સૂર્ય પથરાયેલ છે. કોઈ કાગળ પર તડકાના પ્રકાશમાં બિલોરી કાચ ધરવામાં આવશે તો નીચે રહેલો કાગળ સળગવા લાગશે. સૂર્યના કિરણો એકત્ર થયા... શક્તિ વધી ગઈ. ચિત્તની વૃત્તિ એકાકાર થવી જરૂરી છે. નિરાકાર બનવા માટે એકાકાર બનવું પડશે. સ્થિર બન્યા વગર અંતરનું દેખાશે નહીં.
લખનૌમાં નવાબ ઝરૂખામાં બેઠા હતા. રસ્તા ઉપરથી એક માણસ પંખા લઈને “લાઈફ ટાઈમ ફેન, લાઈફ ટાઈમ ફેન' એમ બોલતો જતો હતો. નવાબે બોલાવ્યો - પંખો લાવ. ૨-૪ સોનામહોર આપી પંખો લીધો. બે-ચાર કલાક પછી એ માણસ પાછો ત્યાંથી પસાર થયો. નવાબે પોતાના માણસોને કહ્યું કે પંખાવાળાને પકડી લાવો. જો લાઈફટાઈમ ફેનની આ દશા. બે કલાકમાં તો પંખો ભંગાર થઈ ગયો. લાઈફટાઈમ ફેન કહી તે મને છેતર્યો છે. પંખાવાળો કહે છે નવાબ, ગુસ્સે ન થાઓ. મારો પંખો અલગ છે. આ પંખાને હાથમાં સ્થિર રાખી મોઢાને એની સામે હલાવવું જોઈએ. આત્માનો ખજાનો જોવો હોય તો એકવાર સ્થિર બનવું પડશે. આપણી અંદર શાંતિ નથી એનું કારણ અસ્થિરતા. મન સ્થિર બને તો સુખ મળે. ઘણા માણસો સુખ મેળવવા હિલસ્ટેશનો પર જાય છે. ખરેખર સુખ જોઈતું હોય તો દિલ સ્ટેશન પર જવું પડશે. દિલ સ્ટેશન પર નહીં હોય અને હિલ સ્ટેશન પર જશો તો ટેન્શન લઈને પાછા ફરશો. ચિત્તની સ્થિરતા એ આનંદ છે. બહાર ભટકવાથી અંદરની ચીજ મળતી નથી રેતીને પીલવાથી તેલ મળશે ખરું? ધન-સંપત્તિથી સુખી થઈ જવાતું હોત તો શ્રીમંતોના આપઘાતોના સમાચાર વાંચવા ન મળત. * વાલકેશ્વરમાં કલ્પવૃક્ષ બિલ્ડીંગમાં રહેતી અબજોપતિની દીકરી
ભારતીએ ૧૪ મા માળેથી આપઘાત કર્યો. કેસેટ કિંગ ગુલશનકુમાર શંકરના મંદિર પાસે ગોળીએ દેવાયો. માહિમના મનીલેન્ડરે ધોળે દિવસે જાન ખોયો. ઈન્દ્ર દુઃખી અને પુણિયો સુખી. સ્થિરતા હોય તો સુખ છે. કુલટા
= • ૮૮ • =