________________
છે. જાતિસ્મરણ જ્ઞાન થતાં રાજકુમાર બેભાન થઈ જાય છે. રાજા કહે છે આ ધુતારાઓએ મારા છોકરાને કાંઈ કરી નાખ્યું. હાહાકાર મચી જાય છે. ત્યાં રાજકુમાર ભાનમાં આવી જાય છે. મને કાંઈ નથી થયું. આ મંડળીને મળવા રાજકુમાર પિતાજી પાસે અભ્યાસનું બહાનું કાઢે છે. અભ્યાસના નામે એમની પાસે જાય છે. શિષ્યો નમ્રતાથી કહે છે, અમે આપના ઉપકારનો બદલો વાળવા અહીં આવ્યા છીએ. ચારિત્ર જીવનની સુંદર વાતો કરી ફરીથી ચારિત્રા અંગીકાર કરવા જણાવે છે. આપની વાત હું સમજું છું પણ આ પરિસ્થિતિમાં હું આરાધના કેવી રીતે કરીશ. શિષ્યો કહે છે અને આરાધના કરાવીશું. આરાધના કરાવશો એ વાત બરાબર પણ હું અહીંથી એક પગ ઉપાડવા પણ સમર્થ નથી. એક પટ્ટાના રાગમાં ફસાઈને હું કયાં ફસાઈ ગયો. ગુરૂદેવ આપે જે માર્ગે અમને ચડાવ્યા એ માર્ગે અમે તમને ખભા પર ઉંચકીને ચાલીશું, વિહાર કરીશું.
એક બાજુ શિષ્યોની યોગ્યતા એ પાત્રતા છે, જયારે બીજી બાજુ રાજકુમારની પુણ્યાઈની ચરમસીમા છે. આપ ચરિત્ર ગ્રહણ કરો અને અમને આરાધના કરાવવાનો અવસર આપો. રાજકુમાર તૈયાર થઈ ગયા. નાટકીયાના વેશમાં રહેલા શિષ્યો રાજકુમારને ત્યાંથી લઈને ચાલ્યા ગયા. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ જુદો છે. બહારની વાતો સાંભળી કયારેય તત્ત્વથી વંચિત ન રહેવું. અંતરંગ દુનિયામાં જ્ઞાન જુદુ અને તત્ત્વ જુદું. તત્ત્વનું રહસ્ય ગુરૂગમ વિના જણાતું નથી. પુસ્તકો પણ ગમે તે લેખકોના ન વંચાય. શ્રદ્ધાવાળા જ પુસ્તકો વંચાય કોઈપણ પુસ્તક વાંચતા પહેલા ગુરૂદેવની રજા લેવાય. કયારેક જ્ઞાનની અંદર અજ્ઞાન આવી જાય તો માર્ગ ચૂકી જવાય.
પ્રભુ શાસનના રહસ્યો ચારા છે. સમજી લો.. સ્વીકારી લો.. જીવનને અજવાળી લો...!
આપણા અંતઃકરણમાં દયાનું ઝરણું..
સંતના અંતઃકરણમાં છે પ્રેમની નદી. પરમાત્માના અંતઃકરણમાં છે કરૂણાનો સાગર...