________________
જ્ઞાનીઓ કહે છે. ઈક્કોવિ નમુક્કારો...એક જ નમસ્કાર સંસારસાગરથી પાર કરી દે. નમસ્કાર કેવો? મોહાદિભાવોના કારણે થતી અસ્થિરતાને દૂર કરી આત્મભાવમાં સ્થિર બની નમસ્કાર મહામંત્રનું સ્મરણ થાય તો મેરૂપર્વત જેટલા ઓધા લીધી તો પણ કલ્યાણ થયું નહિ એવી વાત શાસ્ત્રમાં આવે છે. કટાસણા-અરવલા કેટલા થયા? કલ્યાણ ન થયું. કારણ? જ્ઞાનમાં અસ્થિરતારૂપ ખટાશ ભળી માટે. જ્ઞાન વિકારી બને છે. જ્ઞાનને નિર્વિકારી બનાવવા જ જ્ઞાની પુરુષો સ્થિરતાની વાત કરે છે. સ્થિર બનવાથી મોહાદિભાવોથી દૂર થવાય છે. નહિતર મોહાદિભાવો જીવને કયાંય પટકી નાંખે છે.
૫૦૦ શિષ્યોના ગુરૂ સુમંગલાચાર્યને કમરની બિમારી થઈ. બેસી ન શકાય એવી પીડા થઈ. શિષ્યોએ ગરમ સુંદર પટ્ટો લાવી આપ્યો. એનાથી થોડી રાહત થઈ. શાતા થઈ. જિંદગીમાં રાગ કોને કયાં પછાડે છે એની કોઈ ગેરંટી નથી. ઝેર ચડે કે ખાવામાં આવી જાય તો ડોકટર કહે આટલા અંશથી વધારે ઝેર શરીરમાં ગયું હોય તો પણ અસર કરે. રાગનો અંશ માત્ર પણ મારક છે. તુચ્છ વસ્તુ પરનો રાગ પણ પછાડી શકે છે. અધ્યાત્મિક દુનિયામાં પદાર્થ નંબર બેમાં છે. રાગ પ્રથમ નંબરમાં. રાગ જાગ્યો એટલે ખલાસ. આત્માની હાલત ખરાબ કરી નાંખે. ગુરૂમહારાજના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, એમ એમનું શરીર જણાવતું હતું. સુવિનિત શિષ્યો અંતિમ નિર્ધામણાં કરાવી રહ્યા છે. શિષ્યો ગુરૂદેવને કહે છે આ પટ્ટાનો હવે ત્યાગ કરી દો. ગુરૂમહારાજનું મન એમાં ભરમાઈ ગયું છે. ત્યાગી તપસ્વી શિષ્યો વિચારે છે. ગુરૂમહારાજ આ પટ્ટાનો ત્યાગ કરી શકતા નથી. તેથી ગુરૂદેવને જણાવે છે- આપને આ પટ્ટા ઉપર ખૂબ લાગણી છે. જો એ જડ પદાર્થની લાગણી નાગણી બનીને ડંખી જશે તો ભવોભવ ઝેર નહીં ઉતરે. જ્ઞાનના દૂધના ભંડારા ગુરૂ પાસે ભરેલા છે. પરંતુ મોહાદિભાવોની ખટાશ દૂધમાં (જ્ઞાનરૂપી દૂધમાં) વિકાર ઉત્પન્ન કરે છે. હજારો ગેલન પાણી પાકું કર્યા પછી એમાં એક ટીપું કાચું પાણી પડી જાય તો? બધું જ કાચું થઈ જાય. હજાર લીટર દૂધમાં એક ટીપું તેજાબ પડતા દૂધ ફાટી જાય. ગુરૂ જ્ઞાનામૃતના કટોરા ભરીને બેઠા છે. એક ટીપું ઝેર પડી જતા શિષ્યની વાતનો અસ્વીકાર કર્યો. અણિશુદ્ધ વ્રતની પાલના હતી છતાં રાગમાં ફસાયા તો મૃત્યુ પામીને કયાં ગયા? અનાર્ય દેશમાં રાજકુમાર તરીકે ઉત્પન્ન થયા, એટલું જ નહિ પણ જન્મ્યા ત્યારથી બે પગ કમર સાથે જોડેલા મળ્યા. અહીંથી ત્યાં જવું હોય તો નોકરો ઉપાડીને બેસાડે. અસ્થિરતા આવશે તો જ્ઞાનરૂપી દૂધ ફાટી
= • ૯૫ •