________________
*
*
'તકરાર નહિ પણ એકરાર.... દૂધમાં ખટાશ ભળે તો ફોદા પડે. જ્ઞાનમાં અસ્થિરતારૂપી ખટાશ ભળે તો મોહના ગોદા પડે. શ્રાવકની આરાધના ચાંદલાથી શરૂ થાય છે અને ચરવલામાં પૂર્ણ થાય છે. અંતે તો ચારિત્રમાં જ પૂર્ણ થાય છે. જે ભગવાનને ધરાવાય એ જ પેટમાં પધરાવાય. આત્માની ચિંતા કરે તે ધર્મો અને શરીરની ચિંતા કરે તે કર્મી. ગીતાર્થની પ્રવૃત્તિની ટીકા કરતા પહેલા લાખવાર વિચારજો. બુદ્ધિથી જીવનાર તકરાર કરે છે, હૃદયથી જીવનાર એકરાર કરે છે. જે ગુરૂ ન આપી શકે એ ગુરૂ માટેની શ્રદ્ધા આપી શકે છે. અસ્થિરતા એ ખટાશ છે, જયારે સ્થિરતા એ દૂધ છે. ઉપયોગ-આત્માનો મૂળ સ્વભાવ, જે યોગ ઉપયોગમાં સ્થિર કરે એ યોગ સુયોગ બાકી બધા કુયોગ.
જ
| ઉપાધ્યાયજી મહારાજ લાગણીભર્યો સંબોધન કરીને કહે છે કે તું ભમી ભમીને થાકી ગયો હોઈશ, બેચેન બન્યો હોઈશ, હવે થોડો સ્થિર બન તો શાશ્વત સુખને, શાશ્વત તત્ત્વને પ્રાપ્ત કરી શકીશ. સ્થિરતા પછી શાશ્વત ક્રમની પ્રાપ્તિ એ જિનશાસનનો ક્રમ છે. અસ્થિરતા આવતા શું થાય છે, ખબર છે? ઘરમાં પંચલક્ષણી ગાયનું દૂધ હોવા છતાં અમ્લવસ્તુ સ્ટેજ પણ પડી જાય તો દૂધ ફાટી જાય છે. દૂધના ફોદેફોદા થઈ જાય છે. જ્ઞાનમાં પણ અસ્થિરતારૂપી ખટાશ ભળશે તો મોહના ગોદા જ મળશે. જ્ઞાનમાં વિકૃતિ આવે છે લોભાદિ કે મોહાદિના કારણે. વિચારોમાં મોહાદિભાવોના ઉછાળા અસ્થિરતા લઈ આવે છે. જ્ઞાનની અંદર વિકાર આવશે તો સંસારનો વધારો થશે. નિર્વિકારજ્ઞાનથી સંસારનો ઘટાડો થશે. અહીં જ્ઞાન મેળવે તે જ્ઞાની. આવા જ્ઞાની સાધુ-સંસારી કોઈપણ હોય. આવો જ્ઞાની બનેલ જો લોભમાં પડે તો જ્ઞાનરૂપી દૂધ નષ્ટ થાય છે. સ્થિર બની પદાર્થનું ચિંતન કરવું તે જ્ઞાન. સ્થિરતા અધ્યાત્મની છે, અસ્થિરતા મોહની છે. સારો પદાર્થ જોઈને અસ્થિર બનીએ તો સમજવું કે મોહાદિભાવોનો ઉછાળો આવ્યો છે. અસ્થિરતાનો પ્રવેશ થતો નથી ત્યાં સુધી ગડબડનો પ્રસંગ આવતો નથી.
• ૯૪ •