________________
તિરાકાર બતવા એકાકાર બનવું જરૂરી......
પદાર્થના ક્ષેત્રમાં બે કલંક છે મળે છે તોય એ તૃપ્ત બનવા દેતો નથી અને નથી મળતા તો એ દીન બનાવ્યા વિના રહેતા નથી. ઘરે જઈને એટલું કહેજો કે હવે હું આ ઘરનો મહેમાન છું. શ્રીમંતાઈ અને ગરીબીના લાભ અને નુકશાન જેમ મગજમાં ગોઠવાઈ ગયા છે બસ એવી જ રીતે પુણ્ય અને પાપના નુકશાનો મગજમાં ગોઠવી દો પછી પુણ્ય કર્યા વિના નહીં રહી શકો અને પાપ છોડ્યા વિના નહીં રહી શકો.
મનના વિચાર વેરવિખેર છે માટે જ અનુભૂતિ થતી નથી. મનને એકાકાર કરવા માટે રસ ઉભો કરવો પડે છે, નિરાકારી બનવા એકાકારમાં રસ ઉભો કરી દો.
સહકાર અને સહયોગની વધુ પડતી અપેક્ષા સંકલેશનું કારણ બન્ને એવી પૂરી શક્યતા છે.
અનંત ઉપકારી શાસ્ત્રકાર ઉપાધ્યાજી મહારાજ જ્ઞાનસારમાં સાધનાની સુંદર વાત કરી રહ્યા છે. મગ્નતા વિના પૂર્ણતા નથી તો સ્થિરતા વિના મગ્નતા નથી. આપણું દિમાગ હંમેશા અસ્થિર જ હોય છે એને સ્થિરતાની આવશ્યકતા છે. પૂર્ણતા લાવવા મગ્નતા અને એ દ્વારા સ્થિરતા લાવવી ખૂબ આવશ્યક છે.
ભીતરના દર્શન માટે મોહ-માયાની બારીઓ બંધ કરવી જ પડશે. સંતોની પ્રસન્નતાનું કારણ જ અંદરનું દર્શન છે. બહારની દુનિયામાંથી મેળવેલો આનંદ પરકીય છે. ત્યાગીઓનો આનંદ સ્વકીય છે. પારકાને છોડશો તો પોતાનું મળશે. હૃદય ખાલી કરી સ્થિર બની જાઓ. પદાર્થ પાછળની દોટે કાં તો અતૃપ્તિ વધારી દીધી છે કાં તો દીનતા લાવી દીધી છે. પદાર્થ તરફથી પ્રીતિ પરમાત્મા તરફ વાળવામાં સફળતા જેટલી મળે એટલે અંશે સાર્થક થયું ગણાય.
માણસ અસ્થિર થાય છે માટે જ દુ:ખી થાય છે. વ્યવહારમાં પણ વારંવાર ઘર બદલાય તો? સ્થિરતા ન હોવાના કારણે દુઃખી દુઃખી થઈ જવાય છે. પારકું હોય તે છોડવું પડે, પોતાનું કયારેય છોડવું ન પડે.
૯૦ .