________________
આવેશ અને અહંકારને દૂર કરવા માટે પરભાવમાં સાક્ષીભાવ કેળવવાની ખૂબ જરૂર છે.
- સાધુનો આનંદ અનુત્તરને પણ નિરૂત્તર બનાવી દે. ૧૨ મહિના, ૬ મહિના, ૧ મહિનો કે ૧ કલાક પણ જો મન-વચન-કાયાથી સ્થિરતાપૂર્વક આરાધના થઈ જાય તો કામ થઈ જાય. સાધુ ભગવંતના શુદ્ધ સંયમની અનુમોદના કરનાર પણ તરી જાય. (ઈલાચીપુત્ર)
વાંસ ઉપર નાચી રહેલ ઈલાચી વિચારે છે કે જો રાજા રીઝે તો ધન મળે અને ધન મળે તો નટકન્યા મળી જાય. શરીર સાથે પથ્થર બાંધનારો સમુદ્રમાં કદાચ તરી જાય પણ વાસના સાથે મન બાંધનારો તો જરૂર ડૂબી જાય. ઈલાચી નાચ કરે છે પણ રાજા રીઝતો નથી. રાજા ખુદ નટડીમાં મોહાયો છે. ઈલાચી સામે ઝરૂખામાં જુએ છે. એક રૂપવતી કન્યા લાડુનો થાળ લઈને ઊભી છે પણ વહોરવા આવનાર મુનિ ઊંચી આંખ કરીને જોતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે વાછરડાની જેમ ગોચરી વહોરવી. વાછરડું ઘાસ નાંખનાર કોણ છે એ જોતું નથી, ફક્ત ઘાસ જુએ છે. તેમ સાધુ પણ ગોચરી વહોરાવનાર કોણ છે તે ન જુએ, ન વિચારે. તેથી આપનાર પ્રત્યે રાગવૈષ થાય નહિ. આ સાધુ ભગવંત રૂપવતી કન્યા સામે હોવા છતાં પણ નજર પણ નાંખતા નથી અને હું? ધિક્કાર છે મને, મા-બાપની ખાનદાની છોડી એક નટડીની પાછળ પાગલ બની લોકોની સામે નાચી રહ્યો છું. ને ઈલાચીકુમારને નાચતા નાચતા દોરડા ઉપર જ કેવળજ્ઞાન થયું. પ્રભાવ - સાધુ ભગવંતના દર્શન.
જગતના ધિક્કારથી ક્રોધ આવશે. જાતના ધિક્કારથી બોધ આવશે. જ્ઞાનમગ્ન સાધુ માટે કોઈ ઉપમા નથી. ચંદનનો લેપ કરીને જે ઠંડક થાય એના કરતા અધિક ઠંડક જ્ઞાનની મગ્નતામાં હોય છે.
સોનું કેવું? દૂધ કેવું? કહી શકાય પણ મગ્નતાનું સુખ કેવું? કહી ન શકાય.
સજ્જન બાતા જ્ઞાનકી, પરમુખ કહી ન જાય, મુંગે કો સપનો ભયો, સમજ સમજ મલકાય.
જ્ઞાનમગ્ન આત્માની સરખામણી ન થાય. એડિસને બલ્બની શોધ કરી. ૩૬,૦૦૦ બલ્બ તોડ્યા પછી વીજળીનો પ્રકાશ જગતને મળ્યો. દીવા પ્રગટ્યા ત્યારે લોકોએ વિચાર્યું કે દેવ પ્રગટ થયા છે. એડિસનને બલ્બ કેટલા ગયા એનો ખ્યાલ ન હતો એ મહેચ્છામાં ડૂબી ગયેલો. રેડિયમની પાછળ
- • • •