________________
ગધેડાને ભાઈ શા માટે કહે છે? છોકરી બોલી, એનું એક કારણ છે. આખો દિવસ માટલાનો ધંધો કરતા ૫૦ માણસો સાથે રકઝક કરવી પડે છે. એક માટલું લેવા માટે ૨૫ માટલાને ટકોરા મારે. ક્યારેક તો ફક્ત ટકોરા મારીને ચાલતા થઈ જાય. એ સમયે જો વાણી સારી ન હોય તો ઘરાક પાછા ચાલ્યા જાય. એટલે જ ગધેડાને ભાઈ કહી બોલાવું છું. ગધેડાને ગધેડો કહું અને એ પ્રયોગ વ્યવહારમાં પણ થઈ જાય તો મારો ધંધો બંધ થઈ જાય.
પ્રયોજન ભલે એક હોય પણ એ શબ્દોની કળા તો શીખવી જ રહી. સોયથી કામ થતું હોય ત્યાં તલવાર ઉપાડનાર, શબ્દથી કામ થતું હોય ત્યાં હાથ ઉપાડનાર, પ્રેમથી કામ થતું હોય ત્યાં ક્રોધ કરનાર માણસ ગાંડો છે. અંતરમાં મૈત્રી હોય એ જ કરૂણા કરી શકે.
રામમૂર્તિની માએ લાકડા કાપી લાવવા જણાવતા રામમૂર્તિ લાકડા લાવ્યા વિના પાછા આવ્યા. લંગડાતા પગે આવતા જોઈ મા દોડતી સામે ગઈ. બેટા આ શું? તારા પગમાંથી લોહી નીકળે છે. પુત્ર જવાબ આપે છે, મા, વાગ્યું નથી પણ વગાડ્યું છે. ઝાડ પર કુહાડી મારતા વિચાર આવ્યો એને કેવી પીડા થતી હશે? એનો અનુભવ કરવા મારા પગ પર કુહાડીનો ઘા કર્યો.
અંતરમાં મૈત્રી પ્રગટે તો કરૂણા નયણે ઉભરાય.
ચારેય ભાવનાની શરૂઆત થાય છે મૈત્રીભાવનાથી. ત્રણેય ભાવનાના ઊંડાણમાં છે મૈત્રી. કરૂણા-પ્રમોદ અને માધ્યસ્થ ભાવના લિમીટમાં છે. જ્યારે વિરાટ ભાવના તો છે મૈત્રી. પ્રમોદભાવના ગુણીજનો માટે છે. કરૂણા દુ:ખીજનો માટે છે. માધ્યસ્થ ધર્મ વિહોણા માટે છે. પરંતુ મૈત્રી ભાવના સકલ વિશ્વના જીવો માટે છે. મૈત્રીની કુખમાંથી જ કરૂણા જન્મે છે. મૈત્રીની કુખ જ વાંઝણી હશે તો કરૂણા ક્યાંથી જન્મશે?
ક્રોધની અભિવ્યક્તિ કાં વચનથી કાં નયનથી થાય છે. પણ નયન કરૂણાપૂર્ણ અને વચન વાત્સલ્યપૂર્ણ બનાવી દઈએ તો કલેશ કે આવેશનું પ્રગટીકરણ નહીં થાય. હૃદયમાં પ્રેમ ઉભરાય તો આપોઆપ કરૂણા પ્રગટે. રાખ પાણીમાં પડે, દૂધ સાકરમાં મળે અને નદી સાગરમાં ભળે... આ ત્રણમાંથી આપણી સાધના કઈ ચાલે છે? પડવાની, મળવાની કે ભળવાની?
ચારિત્ર અને શાસન કોને મળે? ત્રણ ત્રયી હોય ત્યારે...
(૧) તત્ત્વત્રયી - તેમાં પ્રથમ સ્થાને રહેલ દેવ તત્ત્વની ઉપેક્ષા કરે એ શાસન પામી શકતો નથી. (૨) રત્નત્રયી
તેમાં પ્રથમ સ્થાને રહેલ
८० •
-