________________
સુખના સાધનો મળી શકે છે. ઘર, બંગલો, મોટર આ બધું મળી જવાથી કદાચ માણસ સુખી બની જાય તો તો ભગવાન ત્યાગની વાતો ન કરે. આ વાતનું રહસ્ય શોધતા તર્કસંગત ભાષામાં કહી શકાય કે જેણે પરવસ્તુમાં આત્મબુદ્ધિ દ્વારા વ્યાકુળતા ઊભી કરી હોય એ માણસને ગમે તેટલું મળે પરંતુ તે સુખી નથી. અને પર પદાર્થમાંથી સ્વત્વનો લાભ ઉઠાવી લીધો છે તેને ઈન્દ્ર કરતાંય કશું જ ઓછું નથી. અર્થાત્ તે ઈન્દ્રથી પણ વધારે સુખી છે. પુણિયા પાસે શું હતું? મહેલાતો, ઈમારતો કશું જ ન હતું. અને બીજી બાજુ ૫રમાત્મા મહાવીરના સમયમાં મમ્મણ પણ હતો. વીજળી અને આકાશમાં ગડગડાટ સાથે મૂશળધાર વરસાદ વરસે એની વચ્ચે નદીમાં લાકડા વીણી રહ્યો હતો. એની પાસે બધું જ હતું. રાણી ચેલ્લણા રાતે જાગી ગયા છે. ઝરૂખામાં ઊભા છે. વીજળીના ઝબકારામાં આ મમ્મણને જોયો.
યશોવિજયજી મ.સા. આ જ વાત કરતા કહે છે કે જેણે પદાર્થમાંથી સુખબુદ્ધિ ઉઠાવી લીધી હોય તે માણસને જે મળશે તેમાં સંતોષ હશે અને મારું મારું કરનારને ગમે તેટલું મળશે તોય ઓછું લાગશે.
સંતોષ હોય તે સુખી... અસંતોષથી દુ:ખી....
ખુદ શ્રેણિક મમ્મણના ઘેર જઈ બળદ જોઈને કહે છે કે ભાઈ! આખું રાજગૃહીનું રાજ્ય આપી દઉં તોય આ પૂર્ણ ન થાય. ઘણું છે છતાં મમ્મણને ઓછું લાગે છે.
એની સામે જ રાજગૃહીમાં રહેતો પુણિયો જુઓ. શ્રેણિક પુણિયાને મળવા ગયા. અભયે કહ્યું, શ્રેણિક આવે. સોના-મોતીથી વધાવો. પુણિયો વધાવવાની ના પાડે છે. રાજાએ મમ્મણ અને પુણિયા બેઉ પાસે જોયું. મમ્મણ પાસે ઘણું બધું હોવા છતાં રાંકડો હતો. પુણિયા પાસે ધન-ધાન્ય ન હોવા છતાં ફાંકડો હતો. પરિગ્રહ એ મોટામાં મોટો ગ્રહ છે. પુણિયાએ પ્રભુની દેશના સાંભળી બધી જ સંપત્તિ સાત ક્ષેત્રમાં આપી દીધી. શશિન માટે જાપ છે પણ આ પરિગ્રહનો કોઈ જાપ નથી. આ ગ્રહ સંતના સંગથી - ગુરૂકૃપાથી દૂર થાય છે. અનુગ્રહ વગરનો પરિગ્રહ હેરાન કરે છે.
વાવણી પછી લ્હાણી કરવાની છે. ધર્મક્ષેત્રમાં ધન વાપર્યું નહીં પણ વાવ્યું કહેવાય.
આપણને કોઈની મારૂતિ જોઈ આનંદ થાય. ખુશીનું કારણ પદાર્થ છે? ના. ઘરમાં સારી ચીજ આવી અને બધાની સામે પાડોશીએ આવીને કહ્યું, ઓહ! એમાં શું? મારે ત્યાં હજી ગઈકાલે જ આ વસ્તુ ફોરેનથી આવી
· ૩૯ .