________________
ભીતરમાં આવી જા. અંદર જે આનંદ છે તે બહાર જોવામાં નહીં મળે. અંદર તો અદ્દભુત જ્યોતિના દર્શન થશે. બહારમાં જેણે મન જોડવું એણે અંદરથી નાતો તોડ્યો. પરમાત્મા સાથેના જોડાણમાં અદ્દભુત આનંદની અનુભૂતિ થશે. દૂધ અને દહીં બંનેમાં પગ રાખવામાં જોખમ છે. • એક ભાઈ બીમાર પડ્યા. બચવાનું મુશ્કેલ છે. રામ... રામ... નામ યાદ કરે છે. ભક્તનો અવાજ સાંભળી રામજી તૈયાર થાય છે. તૈયાર થઈને નીકળવા જાય છે ત્યાં પેલા ભાઈએ હનુમાનજીને યાદ કર્યા. હનુમાનજી તૈયાર થઈને જાય છે ત્યાં પેલા ભાઈએ ભોળાનાથને યાદ કર્યા. જે દેવ આવવા તૈયાર થાય એની અગાઉ કોલ બીજે લાગી જાય. પદાર્થને પકડો કાં પરમાત્માને પકડો. પરમાત્મામાં સમર્પિત બની જવામાં જ શ્રેય છે. પાણી જોડે પથ્થર. પણ મળે અને સાકર પણ મળે. ફરક શું પડે? સાકર ઓગળી જાય. સાકર પાણી સાથે મળતી નથી પણ ભળી જાય છે. જયારે પથ્થર પાણી સાથે મળે પણ નહીં અને ભળે પણ નહીં.
જે પ્રભુ સાથે ભળે એનો જન્મ મરણ ટળે, નહીં તો કાંઈ નહીં વળે. પરમતત્ત્વ સાથે અનુસંધાન કરતા જાઓ. પદાર્થમાં જેટલી રસવૃત્તિ વધારે ત્યારે સમજવું કે પરમતત્ત્વ જોડે અનુસંધાન ઓછું.
સંત તુકારામ શેરડીના સાંઠા લઈ ઘરે આવતા હતા. પત્નીએ દૂરથી એમને આવતા જોયા. રસ્તામાં બાલગોપાલો મળે છે. બધાને એક એક સાંઠો આપતા આવે છે. ઘેર પહોંચ્યા ત્યારે શેરડીનો એક જ સાંઠો વધ્યો જે પત્નીને આપે છે. ગુસ્સામાં આવીને એની પત્નીએ એ જ શેરડીનો સાંઠો એના બરડામાં મારે છે. શેરડીના સાંઠાના બે ટુકડા થઈ ગયા.
વાસનાનો સંબંધ તોફાન સર્જે છે, જ્યારે ઉપવાસનો સંબંધ સમાધાન સર્જે છે.
ચાર માણસોની વચ્ચે રોકટોક કરો તે ન ચાલે. થાય તોફાન. વીર ભગવંતે બધાની વચ્ચે કહેલું, “ગૌતમ, આનંદ શ્રાવક સાચા છે.' અહંધી પૂર્ણ બને એ અહંથી શૂન્ય બને છે. સમર્પણતા સમાધાન કરાવી દે.
તુકારામજી તમારી પત્નીએ તમને શેરડીનો સાંઠો માર્યો? જવાબ - મારી પત્ની પતિવ્રતા છે. એકલી શેરડી ન ખાય. મને તોડવાની મહેનત ન પડે એટલા માટે પોતે જ બે ટુકડા કરી આપ્યા. પોતે એક ટુકડો પત્નીના હાથમાં આપતા કહે છે કે આ ચૂસ! સાંઠો કેટલો મીઠો છે.
=
• ૫૬ -