________________
ભાઈ! એક કામ કર. હમણાં કોઈની સ્મશાનયાત્રા જઈ રહી છે. એ મરેલા માણસને આઠ આનાનો હાર ચડાવી આવ. ગુર્વજ્ઞા પ્રમાણે હાર ચડાવી આવ્યો. સંત પાછા એને કહે છે કે હવે સ્મશાને જા. અલખ નિરંજન કહી મડદાને ૨-૪ ગાળો આપી પછી તારા પગમાંથી ચંપલ કાઢી ૨-૩ ફટકા એની કબરને ફટકારી આવ. ‘શ્રદ્ધા એ સંજીવની છે.' સંતે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કરી આવ્યો. સંતે કહ્યું હવે તું ઘરે ચાલ્યો જા. ભક્ત કહે છે મારા પ્રશ્નનો જવાબ તો આપ્યો નહીં. સંત કહે છે તે મડદાને હાર પહેરાવ્યો, એણે કાંઈ કહ્યું? તે એને ગાળ આપી - જૂતા ફટકાર્યા - કાંઈ પ્રત્યાઘાત મળ્યો? ભાઈ! જગતમાંથી જે મરી જાય છે તે જ મુનિ. મોહ જેનો મરી પરવારે ત્યારે જ મુનિપણું ઝળકી ઉઠે છે.
જે બને છે તે જોતા રહેવું. ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે અમ્પાયર ૨મે ખરો? કોઈ પણ પાર્ટી સાથે રાગ-દ્વેષ ખરો? કોઈ પણ ઘટનામાં રાગદ્વેષ ભેળવીએ છીએ ત્યારે જ કર્મ બંધનનું કારણ બને છે. કોઈ પણ ઘટનામાં રાગ-દ્વેષ કર્તા-ભોક્તાપણું આવશે તો ચક્રવર્તી બ્રહ્મદત્ત જેવી હાલત થશે. સાક્ષીભાવ સદ્ગતિના દ્વાર ઉઘાડી આપે છે. ધર્મ ધ્યાનનું કારણ બને છે. અહંકાર ગૌણ બને છે. લીંબુ અને સાકર ભેગા થાય એટલે શરબત બન્યું. તમો કહો છો કે મેં સરબત બનાવ્યું. જરાય નહિં. તમે માત્ર બે વસ્તુઓને ભેગી કરી છે. પેલા ભાઈને મેં ધંધે ચડાવ્યા ત્યારે એનું ઠેકાણું પડ્યું. આમાં અમારી પ્રેરણા કામ કરી ગઈ એટલે કામ આટલું ઝડપી અને સરસ બન્યું. આમાં છે કર્તાભાવ.
આ ભાવ દૂર કરો. માત્ર નિમિત્તને જુઓ. તો ઘમંડ નહીં જાગે. મારૂં પુણ્ય હતું માટે મને લાભ મળ્યો આ વિચારણા કેળવો. મગ્નતા સાક્ષીભાવ જનિત જોઈએ. બે દીકરા ઝઘડતા હોય, પિતાજી બેઠા હોય એ સમયે પિતા કહે ખરા કે આનો વાંક છે તો તો ઝઘડો વધે. તોફાન થયું હોય ત્યારે બોલાય નહીં. બે ની વચ્ચે થતો ઝઘડો તમારી ઉપર ઉથલી પડે. પિતા માત્ર ત્યારે એ ઝઘડાને દષ્ટાભાવે જોયા કરે. દખલગીરી ક્યારે જોખમગીરી થઈ પડે. સાંસારિક મગ્નતા જોખમી છે. સંસારમાં કદમ કદમ પર જોખમ છે. સાચવીને કદમ ભરી મંઝિલ પર પહોંચીએ.
· ૬૯ .