________________
હવે. કેમ ભાઈ આવું બોલ્યા? ૧૫ દિવસ રહેવા આવ્યા પણ આ ઈન્ડિયામાં ફાવતું નથી. સેટ નથી થવાતું. ભારતમાં જ રહેનારા થોડા વર્ષો ત્યાં રહી આવે પછી કહે અહીં ફાવતું નથી. ચાલે ભારતના રોડ ઉપર અને યાદ આવે અમેરિકાના રોડની. કહે ત્યાંના રોડ કેવા ચોખ્ખા. જેને જે ગમે તેને જ ગાવાના. જ્ઞાનીઓ કહે છે પરદેશથી આવેલા ઈન્ડિયા ફાવતું નથી તેમ પ્રભુ સાથે પ્રેમ થાય અને પછી આ દુનિયામાં ફાવતું નથી.
શોભન મુનિ ગુરૂ આજ્ઞાથી વહોરવા ગયા છે. શ્લોકની રચનામાં મસ્ત છે. શ્રાવકને ઘેર જઈ ગોચરી વહોરવા પાતરો મૂકે છે. મનની વિચારધારા શ્લોકમાં જ છે. સાધુને પોતાનામાં મસ્ત જોઈ સુજ્ઞ શ્રાવકે પાતરામાં તવો મૂકી દીધો. શોભન મુનિ પાતરો ઝોળીમાં નાખી ઉપાશ્રયમાં આવ્યા. ગોચરીનો પાત્ર ગુરૂજીને બતાવે છે. અમે જે કંઈ ગોચરી વહોરીને આવીએ એ ગોચરી ગુરૂજીને બતાડવાની વિધિ જ છે. ગુરૂએ પાતરામાં તવો જોઈને કહ્યું, આ શું લઈ આવ્યા છો? પરમ તત્ત્વની કેવી મન્નતા. શોભન મુનિની મગ્નતા કેવી એટલું જ આપણે વિચારવું હતું. યુગલનો પ્રેમ આવી જાય તો મહાવીરની પછેડી પહેરનારને પણ પછાડે.
શિષ્ય વાપરવા બેઠો. એના પૂર્વે ગુરૂજી રાબડી બધી જ વાપરી ગયા. શિષ્યનું મગજ તપી ગયું. શિખર પર પહોચેલાને તળેટીમાં લઈ આવવાનું કામ આ યુગલ પ્રેમ કરે છે. રાબડીએ કેટલું જોખમ ઉભું કર્યું. ભયંકર ક્રોધ આવ્યો. એ સમયે તો ક્રોધને દબાવીને અંદરમાં રાખી દીધો. અંતરમાં ધંધવાતા દ્વેષને અટકાવશો નહિ. નહિ તો દિવસે દિવસે વધશે. ઘરના ખૂણામાં પડેલો કચરો જેમ સારો નહિ તેમ અંતરના ખૂણામાં રહેલ કચરો પણ સારો નહિ. તરત જ કાઢી નાખો. ઘરના કચરા કરતા મનનો કચરો જોખમી છે. શિષ્ય વિચારે છે કે અવસરે ગુરૂને બતાવી દઈશ. થોડા સમય પછી ગુરૂ કાળધર્મ પામે છે. પૂર્વે સાધુ-સાધ્વી કાળધર્મ પામે ત્યારે તેમના દેહને સાધુ-સાધ્વી પોતે જ જંગલમાં પરઠવી આવતા. કાયા કરે છે પણ માયા મરતી નથી. પાપ નષ્ટ થાય છે પણ એના પગલાની છાપ ભૂંસાતી નથી. પાપના સંસ્કારો તમારા જીવનમાં ચાલે છે. રાત્રિભોજન - અભક્ષ્યનું ભક્ષણ કરીને જૈનત્વના સંસ્કારો તમે ભૂંસી રહ્યા છો. પાર્લાનો એક યુવાન. નામ એનું રાજુ. પોતે સી.એ. થયો. દિલ્હીથી રાષ્ટ્રપતિનો પણ અભિનંદન પત્ર આવ્યો. કુટુંબ પરિવારમાં હર્ષોલ્લાસ પ્રગટ થયો. રાજુના લગ્નની તારીખ નક્કી થઈ. લગ્ન ગોઠવાયા. સિધ્ધચક્ર પૂજન પણ જણાવ્યું. રાજુના