________________
મંઝિલ સાથે માર્ગની કિંમત
જ્ઞાનસારના મગ્નતા અષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજ રાગને ઘટાડવાની વાત કરી રહ્યા છે. રાગને ઘટાડી વિરાગમાં આવવાની પ્રેરણા કરે છે. એક બોલપેન ખૂબ ગમે પણ બીજી એનાથી સારી મળે તો પહેલી ઉપરનો રાગ ઘટે. પત્ની-પુત્ર પૈસા બધું ભલે ગમે પણ પરમાત્મા એથી વધુ જ ગમવા જોઈએ. વિરાગતા લાવો અને રાગને ઘટાડો. પદાર્થ ઉપરની પ્રીતિ પરમાત્મા ઉપર લઈ જાઓ અથવા તો આત્માના અનંત ગુણો ઉપર પ્રીતિ પ્રતિષ્ઠિત કરી દો.
ઈન્દ્રિયોની મગ્નતા તો ઘણીવાર અનુભવી હવે ઈન્દ્રિયાતીત તત્ત્વોની પાછળ મગ્નતા કેળવવાની છે. પૈસાનો રાગ ઘટાડવા દાન ઉપર રાગ વધારી દો. વાસના નથી છૂટતી તો ઉપવાસ વધારી દો. સંસારનો રાગ નથી છૂટતો તો સંયમનો રાગ વધારી દો.
પ્રભુના શાસનમાં મંઝિલ કરતા માર્ગની કિંમત વધારે છે. પાલીતાણા જવા માટે માત્ર ડગલું ઉપાડો અને અનંતા કર્મો સાફ થતા આવે.
બહાર આત્મસાધના બગાડે તેવા હજારો નિમિત્તો છે. સાધુ પડવા માંગે તો જ પડે અને તમે બચવા ધારો તો જ બચી શકો.
સાધુતામાં પતન પરાણે છે, જયારે શ્રાવકપણામાં ઉત્થાન પરાણે છે.
સરોવરમાં કાંકરી પડે તો તરત જ તળીયે બેસે પણ એના ઉઠેલા તરંગો ઘણા લાંબા ચાલે. સંસારમાં પડતીના, કલેશના નિમિત્તો જરાક જ પણ ઉદ્વેગ લાંબા સમયનો થાય છે. આંખ, કાન સાચવવાની કળા હસ્તગત થઈ જાય તો ઘણા નુકસાનોથી જાતને બચાવી શકાય.
કતૃત્વભાવ અને સ્વામિભાવ છોડી સાક્ષીભાવમાં આવવાની જરૂર છે.
ટ્રાફિક જામ થઈ ગયો હોય અને આપણે પણ ગાડી લઈને નીકળ્યા હોઈએ તો આપણે એ ટ્રાફિકથી ડિસ્ટર્બ થઈ જઈએ છીએ પણ દૂર આપણે માત્ર ફુટપાથ ઉપર ઊભા હોઈએ ને એ ટ્રાફિક જોઈએ તો વ્યથિત ન થવાય. દરેક ક્રિયામાં સાક્ષીભાવ લાવીશું તો વ્યથા, વ્યગ્રતા અને ઉગ્રતા જશે.
પ્રભુની પૂજા કરતાં જાગેલા શુભ ભાવ અને એથી પુણ્યનો બંધ થયો. પરમાત્માની જગ્યાએ ગધેડાને બેસાડીએ તો શુભ ભાવ ન જાગે માટે શુભ ભાવને જાગવા માટે પરમાત્માની મૂર્તિ કારણ છે. એનાથી બંધાયેલા પુણ્યથી