________________
આત્મામાં મસ્ત બની જા. સમાધિ પછી સમાપત્તિ કહી એક મિનિટ માટે જ્ઞાનની અંદર વિશ્રાંતિ પ્રાપ્ત કર. - એ સમાપત્તિ યોગ યોગનું આઠમું અંગ છે.
ઉપાધ્યાયજી મહારાજે સાદી ભાષામાં મહત્ત્વની વાત સમજાવી દીધી. યોગથી મેળવવાની છે મગ્નતા. મગ્ન બનીશું તો કર્મોનો વિયોગ થશે. આ બીજા શ્લોકમાં “પરબ્રહ્મણિ' શબ્દ ખૂબ મહત્ત્વનો છે. આ શબ્દનો અર્થ આત્મા-પરમાત્મા. જે જ્ઞાનમાં ક્ષીર-સમુદ્રના સાગર સમાન છે એ પરમાત્માની અંદર જે આત્મા ડૂળ્યો હોય એને જગતના પદાર્થો કેવા લાગે? પરમાત્મા સિવાય જગતના પદાર્થો ઝેર જેવા લાગે. પરમતત્ત્વો છોડી પદાર્થ પાછળ કરવી પડતી પ્રવૃત્તિ એને ઝેર પીવા બરાબર લાગે છે. વરદાન આપવાનું છે ત્યાં અભિશાપની સંભાવના છે. પ્રેમ ભરી શકાય છે એ જ પાત્રમાં ઠેષ પણ ભરી શકાય છે. આપણા અભિગમ ઉપર આધારિત છે. પરમતત્ત્વ સિવાય કોઈ પ્રવૃત્તિ એને પ્રિય લાગતી નથી. મીરા કહે છે - કૃષ્ણ સિવાય મને બીજામાં રતિ જાગતી નથી.” મીરાની સખી એને પ્રશ્ન પૂછે છે – રાણાએ ઝેરનો પ્યાલો મોકલાવેલો ત્યારે તમને રાણા ઉપર નફરત ન થઈ, ગુસ્સો ન આવ્યો? ત્યારે કૃષ્ણમાં દિવાની બનેલી મીરા સખીને જવાબ આપે છે - મારા કૃષ્ણથી નવરી પડું તો રાણા ઉપર મને ગુસ્સો આવી શકે ને? – નવરાશ જ નથી મળતી ને? પરમતત્ત્વ સાથે સંબંધ બાંધી લો. પરમાત્મામાં મગ્ન બની જાઓ. જે એક તરફ વળે છે એ બીજી તરફથી ટળે છે. પ્રભુ ઉપર મન વાળો તો પૌલિક પદાર્થ ઉપરથી મન ટળશે. મનને વાળ્યા વગર છૂટકો નથી. છૂટું મૂક્યું તો આ મન ક્યાં જશે એની ખબર પણ નહીં પડે. બહારની દુનિયામાં જોવાનું એ શરૂ કરી દેશે. પાણીનો સ્વભાવ છે વહેવાનો અને મનનો સ્વભાવ છે જોડાવાનો! માનવીનું મન સતત બાહ્ય પદાર્થો તરફ ગતિ કરે છે.
આકાશમાં નવરંગી રાસલીલા રચાઈ છે. વીજળીના ચમકારાથી ચોમેર પ્રકાશ છવાઈ જાય છે. ગુરુ-શિષ્ય ઉપાશ્રયમાં બેઠા છે. મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના રંગ પ્રમાણે ભવિષ્યનું કથન પણ થાય. સફેદ વીજળી થાય તો દુષ્કાળ પડે છે. લાલ વીજળી થાય તો ધમાલ થાય છે. રંગબેરંગી વીજળીઓને જોવા શિષ્ય બારી પાસે આવ્યો. આકાશમાં અનેક પ્રકારના આકારો રચાઈ રહ્યા હતા. જાણે રાસલીલા જામી. શિષ્યને સૌંદર્ય જોવામાં આનંદ થવા લાગ્યો. ગુરૂને કહે છે, ગુરૂજી, એકવાર અહીં આવો બહાર જે જોવાનું છે તે અદ્ભુત છે. જોવાનું રહી જશે. ગુરૂજી! એકવાર આ આકાશ દર્શન કરો. ગુરૂ પોતાના શિષ્યને કહે છે, વત્સ! તું
= • પપ •