________________
મેળવવા તૈયાર થઈ જાઓ. ઈન્દ્રિયને જ્ઞાનથી સમજાવીને અટકાવી દો. પાગલ બનતી ઈન્દ્રિયોને જે વાળી શકે છે, એ જ મગ્નતાના પ્રદેશમાં પ્રવેશ કરી શકે છે. વારંવાર ભલે ઈન્દ્રિયો જાય તો પણ ફરીફરી વાળો. એના પર કંટ્રોલ લાવો. મન ઉપર કંટ્રોલ તો જરૂરી છે. અપેક્ષાએ શરૂઆતમાં મન ભલે જાય પણ ભૂલેચૂકે ઈન્દ્રિયોને પ્રવૃત્ત નહીં કરતા. કબીરે સરસ વાત સમજાવી છે. મન જાએ તો જાને દો... મત જાને દો શરીર... નહીં ખીચેગી કમાન તો કહાં લગેગા તીર.
એક સંત જમવા બેઠા. થાળી પીરસાઈ. હાથમાં કોળીયો લઈ મોઢામાં મૂક્યો અને જોરથી રાડ પાડી. પત્ની દોડતી આવી. જમવાનું બનાવતા આવડે છે કે નહીં? દાળમાં મીઠું જ નથી. ઘરમેં સબરસ કમ પડા જો દાલમેં ડાલા નહીં? પત્ની હસતા હસતા કહે છે કે આપકી ભીતરમે આજ હરિરસ કમ પડા ઇસલિયે સબરસ કમ માલૂમ પડા. મેં કભી દાલમેં સબરસ ડાલતી હી નહીં.
મનની એકાગ્રતાથી વિષયોથી નિવૃત્ત થવાની કળા શીખી જઈએ તો બેડો પાર છે.
આટલું નક્કી કરો :
કોઈની લાગણી મેળવીને જો હું હસી રહ્યો છું તો લાગણી આપીને મારે બીજાને હસતા રાખવા છે.
કો'કની કરૂણા પામી જો હું જીવન ટકાવી શક્યો છું તો કરૂણાસભર બની મારે બીજાના જીવન ટકાવવા છે...
કો’કના પ્રેમને પામી મારી પ્રસન્નતા ટકી હોય તો પ્રેમ પ્રદાન દ્વારા અન્યોને પણ મારે પ્રસન્ન રાખવા છે.
· ૫૩ •