________________
પરથી ઉતરી રહ્યા છે એ સમાચારે ભાન ભૂલી. એને મળવામાં એટલી મસ્ત બની ગઈ કે એમના ધ્યાનમાં મસ્ત બનેલી હું આપને જોઈ ન શકી... બાદશાહ! આપ ખુદાકી બંદગી કરતે થે?” હા.... અને પેલી સ્ત્રી હસવા લાગી. પોતાની મજાક-મસ્તી ઉડાવતી જોઈ બાદશાહ કહે છે, “તારી આ હિમત?” પેલી સ્ત્રી નિર્ભયતાથી કહી રહી કે બાદશાહ! તમે નમાજ નહોતા પઢતા. જો નમાજ પઢતા હોત તો પતિના પાછળ પાગલ બનેલી હું તમારા જેવા બાદશાહને ન જોઈ શકી તો જો તમે ખુદામાં મસ્ત બન્યા હોત તો એક સ્ત્રી તમારી નજરમાં શી રીતે ચડે?
બાદશાહને પોતાની ભૂલ સમજાઈ. તે તરત બોલ્યા, “બહેન, તારી વાત સાચી છે. ખુદાની બંદગીમાં હજી મને સ્ત્રી દેખાય છે... મારી બંદગી અધૂરી છે.”
આવી પણ એક મગ્નતા હોય છે.
વિષયોથી ઈન્દ્રિયોના સમૂહનો પ્રત્યાહાર કરીને મનને આત્માની અંદર સ્થાપીને સ્થિરતા મેળવવી તે મગ્નતા... પ્રત્યાહાર એટલે એના વિષયોથી પાછી ખેચવી તે.
ટૂંકમાં જ્ઞાનદષ્ટિની સ્થિરતા કરવી. ઈન્દ્રિયોને વાળવી બહુ સહેલી છે પણ મનને વાળવું મુશ્કેલ છે. ઈન્દ્રિયોને માત્ર વાળવાથી કામ નહીં ચાલે પણ મનને પણ એકાગ્ર કરો. મોહાદિ ભાવોથી પર થઈ આત્માની અંદર સ્થિર થવું તે સાચા અર્થમાં મગ્નતા છે.
મનતા જુદી છે અને મસ્તી જુદી છે.
આપણને બધાને પૂર્ણ બનવું છે તો મગ્ન બનવાની શરૂઆત ચોક્કસ કરવી રહી. મગ્ન નહી બનનાર પૂર્ણ બની શકતો નથી. જ્ઞાની ભગવંતો કહે છે કે ઈન્દ્રિયોને એના વિષયોથી વાળો. ઈન્દ્રિયો જો કાબૂમાં ન રહેતી હોય તો શું કરવું? આંખ વારે વારે બીજાના દોષ જોવા માટે તલસતી હોય તો શું કરવું? અન્ય ક્યાંક એવું લખાયું છે કે ઈન્દ્રિયો જો હાથમાં ન રહેતી હોય તો ખતમ કરી નાંખો. આંખો ફોડી નાંખો. અહીં જ્ઞાનીઓ કહે છે કે ઈન્દ્રિયોને બાળો નહીં પણ વાળો. જાત પરનો સંયમ એ જિન શાસનનો મુદ્રાલેખ છે. ખતમ કરવાની વાત જિન શાસનમાં છે જ નહીં. એ જ ઈન્દ્રિયોની સહાયતાથી સાધના સાધી લેવાની છે. પ્રત્યાહારની કળા શીખવા જેવી છે. જમવા બેઠા હો અને થાળીમાં મિષ્ટાન્ન પીરસાય અને તરત બીજી મિષ્ટાન્ન આવે તો લેવી ન લેવી તમારા હાથમાં છે. રસનેન્દ્રિય પર વિજય
= • પર છે.