________________
'દેખ તેરે સંસાર કી હાલત....
સંસામિ અસારે, નલ્થિ સુઈ વેઅણા ઉરે,
જાણંતો ઈહ જીવો, ન કુણઈ જિણદેસિય ધર્મો. વૈરાગ્યશતકમાં કોઈ અનામિ મહાત્મા સંકેત કરે છે કે ડગલે પગલે આધિ-વ્યાધિના વાવાઝોડા ફુકાય છે છતાં માણસ ધર્મમાર્ગે આગળ વધતો નથી એ આ સંસારનું મોટામાં મોટું આશ્ચર્ય છે. આ સંસાર વ્યાધિથી પ્રચૂર હોવા છતાં જિનેશ્વર પ્રણિત માર્ગે ડગ માંડતો નથી. ડગલે-પગલે તકલીફ મુશ્કેલી અગવડ હોવા છતાં રાગ-દ્વેષ ને મોહને વશ થઈ જિનપ્રણિત ધર્મમાર્ગે પ્રયાણ કરતો નથી.
ઘણાને પ્રશ્ન થશે કે પૂજા-સામાયિક, તપશ્ચર્યા, જાપ આદિ કરતા હોવા છતાં એમ શા માટે કહે છે કે ધર્મમાર્ગે આગળ વધતો નથી. પૂજ, પ્રવચન, સામાયિક એ બાહ્યધર્મ છે. અહી આત્યંતર ધર્મ વિષે વિચારવાનું છે. પરમાત્માની શ્રેષ્ઠ અને જયેષ્ઠ આરાધના / આશા એ છે કે અંતરના રાગ-દ્વેષ છૂટે. રાગ-દ્વેષ ઓછા કરવા એ ધર્મ દ્રવ્યધર્મની સાથે ભાવધર્મની ખૂબ જરૂર છે. ભાવધર્મથી દષ્ટિકોણ બદલાય છે. મન જો ધીર, ગંભીર, શાંત, પ્રસન્ન બનતું જાય તો એની વીરતા-ગંભીરતા-પ્રસન્નતા જબરદસ્ત હોય. ઉગ્રતા અને વ્યગ્રતા ત્યાં ન હોય.
પરમાત્મા મહાવીરના જીવનમાં પણ આકરા કષ્ટો આવેલા. ભાવધર્મ જોરદાર હોવાના કારણે દ્રવ્ય કષ્ટ નિષ્ફળ જાય છે. ધર્મ કર્યા પછી દુઃખ ન આવે એવું નથી. દુઃખો તો આવે. ધર્મની સફળતા માં? દુઃખ, તકલીફ, મુસીબત, અપમાન ન થાય એમાં? ના.. પણ આપણે આત્મધર્મ ન ચૂકીએ તેમાં. રાગ-દ્વેષ થાય નહી, સમતા ભૂલાય નહી એ ધર્મની સફળતા. નિમિત્તમાં પણ વિચલિત ન બને એ ધર્મની સફળતા. આધિ-વ્યાધિ-ઉપાધિ પ્રાય: બધાના જીવનમાં આવે. એક રકાબી તૂટે અને કલેશ થાય. ઘરમાં ઈરાન-ઈરાકનાં યુદ્ધનું સર્જન થાય. દૂધ ફાટી જાય તેમ માણસ પણ ફાટી જાય.
આનંદ પણ બધાનો અલગ અલગ પ્રકારનો... * સંબંધ પ્રેમીને સ્વજન તપસ્યા કરે તો આનંદ થાય.
શાસનપ્રેમીને ચતુર્વિધ સંઘમાં કોઈ પણ તપસ્વીને જોતાં આનંદ થાય. આપણી અનુમોદના અંતરથી થવી જોઈએ,
=
• ૫૮ •