________________
'સુખ સામગ્રીમાં નહિ, સંતોષમાં....
જે
મહાપુરુષો જ્યારે તળેટીની વાતો કરતા હોય ત્યારે સંદેશો શિખરનો હોય છે. મહાપુરુષોની તત્વની વાતો પણ સત્ત્વને ફોરવવા માટે હોય છે. એક યુગલ પરાવર્ત જેટલો કાળ જેનો બાકી તે શુક્લપાક્ષી. શુક્લપાક્ષિક જીવ જિનવાણીનો રસીયો હોય, રાગદ્વેષ તીવ્ર ન હોય, સમ્યક્ત જેને મળે તેનો અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ બાકી છે. બીજાના દુઃખ એ પોતાના દુઃખ બને છે ત્યારે અનુકંપા કહેવાય. શાસનની પ્રભાવના કરવી હોય તો શાસનના નરપુંગવોના ગુણાનુવાદ કરો. શ્રુતજ્ઞાન બોલતું જ્ઞાન છે. લેતા પણ વિનય, પછી પણ વિનય. વિવેકનો શત્રુ અભિમાન, સંસારનું કારણ અહંકાર છે. ચરમાવતકાળમાં આવેલા જીવના ત્રણ લક્ષણ ઃ (૧) દુઃખી જીવો ઉપર અત્યંત દયા હોય, (૨) ગુણીજનોનો ઢષી ન હોય અને (૩) સર્વત્ર
ઔચિત્યનું પાલન કરનાર હોય. સાચો પશ્ચાતાપ પાપને ધોઈ નાંખે છે. સાચો અને શુદ્ધ ધર્મ સમજાઈ જાય તો આત્માની રસમસ્તી કાંઈ જુદી જ થઈ જાય.
સમ્યક જ્ઞાનની મહત્તા સમજાવવા પ્રભુએ ગૌતમને આનંદ શ્રાવકને ત્યાં મોકલ્યા. સમ્યક્ દર્શનની મહત્તા દાખવવા અંબડને સુલસા શ્રાવિકાને ત્યાં મોકલાવ્યો અને ધર્મલાભ કહેવડાવ્યો. વિરતિ ધર્મની મહત્તા દેખાડવા પુણિયા શ્રાવકના સામાયિકની પ્રશંસા ભરપર્ષદામાં કરી.
જેનામાંથી મદ અને મદન ચાલ્યો જાય પછી એના જેવો કોઈ સુખી નથી. માત્ર પ્રવચન સાંભળવાનું નથી પણ જાતને પણ સંભાળવાનું છે.
મનનો સ્વભાવ અભાવ જોવાનો છે. પૂર્ણતા જોવાનો સ્વભાવ આત્માનો છે. અમાસની રાતે પણ સૌંદર્ય જોઈ શકાય છે. જો દષ્ટિ કેળવી હોય તો અને જોતા ન આવડે તો પૂનમમાં પણ કશું ન દેખાય. મનના બાદશાહ પાસે જગતનો શહેનશાહ પણ ભિખારી બને છે.
જ્ઞાનસારના આ પ્રથમ પૂર્ણતાના અષ્ટકના સાતમાં શ્લોકમાં સાચા સુખીની વાતો કરાઈ છે. સાચો સુખી કોણ? સુખનો અનુભવ કોણ કરે?