________________
જ ગુણદૃષ્ટિનું આકર્ષણ જામતા જ છિદ્રો જોવાની વૃત્તિ બંધ થશે જ! જ પૂર્ણતાનું આકર્ષણ જાગતા અપૂર્ણતાનો ખટકો થશે જ! . આ વિરક્તિનું આકર્ષણ જામતા આસક્તિના દોરડા ઢીલા પડશે જ!
આજ દિવસ સુધી આપણે વસ્તુના પરિમાર્જન માટે ખૂબ મહેનતો કરી છે પણ વૃત્તિના પરિમાર્જન માટે આપણને કાંઈ પડી નથી.
જે આપણને મળ્યું છે તેનો કેવો ઉપયોગ આપણે કરીએ છીએ તેનાથી આપણું ભાવિ નક્કી થશે. બહારનું સુધારવા કરતા ભીતરનું સુધારી લેવામાં પાછી પાની ન કરીએ.
પુદ્ગલની પૂર્ણતા વેભાવિક છે, સ્વાભાવિક નથી.
હૃદયમાં જગતનું આકર્ષણ હટાવી જગતપતિનું આકર્ષણ વધારી દો. કાયાની માયામાં ક્યાંય ફસાઈ જવાનું નથી.
નાગીલા ભવદેવ મુનિને કહે છે - તમારું આલંબન લઈ મેં જન્મોજન્મના પાપ ધોયા અને તમે મારામાં ફસાઈને કૂવામાં પડી રહ્યા છો. ઊભા ભલે તળેટીમાં, પણ વિચારો શિખરના કરો. હું તો અંતરમાં રોજરોજ વિચારતી હતી કે જે દિવસે સાસુ-સસરાનું સેવાનું કાર્ય પૂર્ણ થશે તેઓ આ દુનિયામાંથી વિદાય થશે કે તરત સંયમના આ સોહામણા માર્ગે ચાલી નીકળીશ. ભવદેવ ઊંચા સ્થાને છતાં નીચા ઉતર્યા. નાગીલાના પ્રેમમાં પૂર્ણ બનવા ગયા તો વૈરાગ્યથી અપૂર્ણ બન્યા. રૂપાળી કાયામાં પાગલ બનેલાને જ્ઞાનીઓ કહે છે કે તારી સૂરત બદલાઈ જશે. કંચનકાયા કરમાઈ જશે. રૂપરંગ બદલતી આ દુનિયામાં એવી ઠોકર ખાઈશ કે આરસી સામે જોઈશ તો આરસી પણ કરમાઈ જશે. સડેલા લાકડા પર સનમાઇકા લગાડેલ છે. અશુચિની ભરેલી ગટર ઉપર સોના-ચાંદીનું ઢાંકણું છે.
નાગીલા તત્ત્વ સમજાવે છે - આ નશ્વર દેહ પર મમતા રાખવાથી શું વળવાનું છે. તમારા પંથે આવવા હું થનગની રહી છું. એનાથી પહેલા આપને પતિતાત્મામાંથી પવિત્રાત્મા જોવા ઝંખું છું. પડ્યા પછી ચડવામાં જ ખરી પાત્રતા છે. જેની ઉપર સાચો પ્રેમ હોય એ વ્યક્તિ પડે તે ન ગમે, ચડે તે જ ગમે. નાગીલાની હૃદયસ્પર્શી વાતથી ભવદેવમુનિ કહે છે - નાગીલા મને માફ કરજે. ૧૨ વર્ષ સુધી ભવદત્તમુનિ મારા ગુરૂ હતા. આજથી એ મારા ભાવગુરૂ અને દ્રવ્યગુરૂ તરીકે તને સ્વીકારું છું. પશ્ચાતાપ સાથેના વચનો કહેતા શુદ્ધ સંયમ માર્ગની આરાધના કરવા ચાલી નીકળ્યા. ઉત્કૃષ્ટ આરાધના કરી આયુષ્ય પૂર્ણ કરી શિવકુમાર તરીકે એક શ્રેષ્ઠીને ત્યાં
= • ૩૬ •